________________
પત્રાંક-૩ર૬
૧૯૭ આનંદ ઉપયોગમાં, ઉપયોગની એકાકાર દશાની અંદર અતીન્દ્રિય આનંદ અનુભવગોચર થાય છે ત્યારે અમૃતની ધારા વરસી હોય એમ લાગે છે.
જેમ કોઈ માણસ ફુવારાથી હાય તો એકસાથે આખો ભીંજાય જાય. એમ અનુભવ દશામાં સર્વ પ્રદેશથી આખા ચૈતન પીંડમાં અખંડ આનંદની વર્ષા છે. એકસાથે આનંદથી ભીંજાય જાય છે, આખું આત્મતત્ત્વ તરબોળ થઈ જાય છે. એટલે એને અમૃતધારા વરસે છે એમ કહે છે. પરિણતિના આનંદ અને શુદ્ધોપયોગના આનંદમાં એ રીતે ઘણો તફાવત છે. એ પણ “નાટક સમયસારમાં બનારસીદાસજીએ શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે.
મુમુક્ષુ :- દ્રવ્યમાં ઊભા રહીને વિચારવાનું છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. એ અને બીજું કે અતીન્દ્રિય જે દશા છે એ દશા ખરેખર તો વચનાતીત નહિ પણ મનાતીત દશા છે. વિકલ્પાતીત અને મનાતીત દશા છે તો વચનાતીત છેએમ કહેવાની જરૂર નથી. કેમકે એ તો વચન તો સ્થૂળ વિકલ્પનો પ્રયોગ છે તોપણ એવા અતીન્દ્રિય ભાવને કથંચિત્ વચનગોચર કરે છે. એ એક અનુભવી ધર્માત્માઓનું વિશેષ સામર્થ્ય છે કે કથંચિત્ એને વચનગોચર કરે છે. અને એ જે રીતે અને જે પ્રકારે વચનગોચર કરે છે એમાં એવો એક નિમિત્તપણાનો ધર્મ ઊભો થાય છે કે જેને લઈને એવી જ અતીન્દ્રિય નૈમિત્તિક દશા પ્રાપ્ત થવાનું બીજાને એની અંદરથી કારણ ઊભું થાય છે, નિમિત્તકારણ ઊભું થાય છે. એવું નિમિત્તકારણ અજ્ઞાનીના કોઈ વચનમાં ઉત્પન્ન થતું નથી. અજ્ઞાન દશામાં કોઈપણ જીવની વાણી હોય તો એમાં એવું નિમિત્તપણું હોતું નથી, જેવું જ્ઞાનદશામાં ઉત્પન્ન થયેલું વાણીનું પરિણમન છે કે જેના નિમિત્તે નૈમિત્તિકભાવ મોક્ષમાર્ગનો ઉત્પન્ન થાય. આ એક કુદરતી વસ્તુસ્વરૂપની સુંદરતા છે. કુદરતી જ છે આ, કોઈ કર્યું કરાવ્યું થાય એવું નથી, કુદરતી છે. ૩૨૬ પત્ર પૂરો) થયો.