________________
પત્રાંક–૩૨૫
૧૯૫
આમ, આનું આમ. પણ જૈનદર્શનમાં અનેક પ્રકારના ઉપદેશનું લક્ષબિંદુ શું છે ? કે જેટલો બુદ્ધિપૂર્વક ઉપદેશ ઉપદેશાય છે, ઉપદેશ કરવામાં આવે છે એનું લક્ષબિંદુ બુદ્ધિથી પાર જે નિર્વિકલ્પ દશા છે ત્યાં પહોંચાડવાનું છે. એ પ્રકાર કયાંય નથી. ઉપદેશની વાત બધે છે પણ એ પ્રકાર ક્યાંય છે નહિ.
મુમુક્ષુ :– પેલાના ઉપદેશમાં આધારબુદ્ધિ રખાય છે, આમાં આધારબુદ્ધિ છોડાવે છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– પેલામાં તો આધારબુદ્ધિની ચર્ચા પણ ક્યાં છે ? પછી છોડવાનો પ્રશ્ન ક્યાં આવે). એ તો પડ્યા છે ત્યાં પડ્યા છે. રાગ અને ક્ષયોપશમ જ્ઞાનની બધી રમત છે. શુભરાગ, કષાયની મંદતા અને ક્ષયોપશમ જ્ઞાનની રમત સિવાય બીજું કાંઈ એમાં છે નહિ. એટલે કે જ્ઞાનગુણનો ક્ષયોપશમ પરલક્ષી અને ચારિત્રગુણનો ક્ષોપશમ પરલક્ષી. આ બેનું પિરણમન છે. એથી આગળ કોઈ વાત જ નથી, એથી આગળ કોઈ વાત નથી. જૈનશાસનમાં તો અતીન્દ્રિય જે આત્મપદાર્થ છે એના આધારે અતીન્દ્રિય આત્મજ્ઞાન આદિ જે દશા-આનંદ આદિ પરિણમન એને લક્ષમાં, કેન્દ્રમાં રાખીને બધી ઉપદેશ ચાલ્યો છે. આખો પ્રકાર જ જુદો છે કે જેને કોઈની સાથે સરખાવી શકાય એવું નથી.
મુમુક્ષુ :- ૨૦૦-૨૦૦ વર્ષના અંતરે બધા જ્ઞાની થઈ ગયા પણ વાત બધી એકસરખી છે.
પૂજ્ય ભાઈશ્રી :– એકધારી. અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય, એક જ અભિપ્રાય (છે). કેમકે બધાએ એક જ નિર્વિકલ્પ આત્મસ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં દર્શન કર્યાં. નિર્વિકલ્પ આત્મસ્વરૂપના નિર્વિકલ્પ જ્ઞાનમાં બધાએ એકસરખા દર્શન કર્યા. એટલે ૨૦૦૦ વર્ષ પહેલાં લખેલા જ્ઞાનીની વાત હોય તો વર્તમાન જ્ઞાની પકડે. કેમ પકડે છે ? કે બંનેના અનુભવનું સામ્યપણું છે માટે પકડે છે. એને અનુભવની ભાષા સમજાય છે કે આ અનુભવપૂર્વક નીકળેલી ભાષા છે.
દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ'માંથી એ જ વાત બની ને ! અનુભવની ભાષા પકડી છે. નકલ કરવા જાય તો ન થઈ શકે. તરત ફેર પડી જાય. એમાં શું છે, નકલ કરવા જતા જે કૃત્રિમતા ઊપજે છે, નિર્વિકલ્પ દશા થયા વિના નિર્વિકલ્પ તત્ત્વ જ્ઞાનમાં રહે કેવી રીતે ? શાનમાં જે વસ્તુ નથી એની વાત કોઈ શીખીને કરવા જાય તો કૃત્રિમતા