________________
૧૯૬
ચજહૃદય ભાગ-૨
આવ્યા વિના રહેતી નથી. એ કૃત્રિમતા જ્ઞાનીની નજરમાં અછાની રહેતી નથી. કોઈ બીજા ભૂલે, અજાણ્યા ભૂલે પણ જેણે વસ્તુ જોઈ છે એને તો તરત જ ખ્યાલ આવે કે આમાં કૃત્રિમતા છે.
*-કેવી અદ્દભુત દશા ? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો.' તમને આ દશાનો એવો અર્થ સમજાય એવો અર્થ તમે લખજો. અહીંથી હવે બરાબર એમની પરીક્ષા શરૂ કરી છે. જ્ઞાનદશાનો ભાવ કાંઈ પકડાય છે ? એમ કહેવું છે. તો તમને જેટલો પકડાય, જેવો પકડાય તમે જણાવો. પછી બીજું પદ પણ ૩૨૬ પત્રમાં) “નાટક સમયસારમાંથી બનારસીદાસજી' નું લખ્યું છે.
પત્રાંક - ૩૨૬ - મુંબઈ, માહ વદ ૧૧, બુધ, ૧૯૪૮ શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામ્ કેલી કરે, શુદ્ધતાર્મ થિર છે અમૃત ધારા વરસે.
(સમયસાર નાટક)
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલી કરે,
શુદ્ધતા મેં થિર વહે અમૃત ધારા વરસે. આ નિર્વિકલ્પ અનુભવની વાત લીધી છે કે જ્યારે શુદ્ધોપયોગ થાય છે, સમ્યક્દર્શન થાય છે ત્યારે વિચારમાં પણ શુદ્ધતા હોય છે અને એટલે જ્ઞાનમાં પણ શુદ્ધતા શુદ્ધ સ્વરૂપ હોય છે અને આચરણની અંદર પણ શુદ્ધ સ્વરૂપ જ છે. જ્ઞાનનો વિષય પણ શુદ્ધ સ્વરૂપ છે, આચરણમાં એટલે રમણતા, કેલી કરે એટલે રમણતા. કરે છે એ પણ શુદ્ધતામાં એટલે શુદ્ધ સ્વરૂપમાં, સ્થિર રહે છે એ પણ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધભાવે સ્થિર રહે છે. અને એ વખતે આનંદઅમૃતનો અનુભવ થાય છે. ઉભરાયને