________________
૧૯૪
રાજહૃદય ભાગ-૫ બાકી કહા ઉછર્યો કારજ નવીનો હૈ.' તો હવે આ સિવાય નવું કાર્ય શું કરવાનું છે ? કોઈ નવું કાર્ય એને કરવાનું રહેતું નથી. નવીન કાંઈ કરવાનું રહેતું નથી. લેવું બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવા માટે શું ઊગર્યું ? શું બચ્યું ? ઊગર્યું એટલે શું બચ્યું ? કાંઈ લેવું નથી કે કાંઈ દેવું નથી. તો હવે કરવાનું શું બચ્યું ? તો કાંઈ એને કરવાનું બચતું નથી.
સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી પછી કોઈ પરસંગ એને રુચતો નથી. શરીર સુદ્ધાનો સંગ પણ એને ગ્રહણ કરવાનો પ્રશ્ન નથી. | મુમુક્ષ - પચાસ વર્ષનો કોઈ પંડિત હોયને તોપણ આવો અર્થ ન કરી શકે એ પચીસમા વર્ષે સુંઢારી ભાષા શીખવા ક્યાં ગયા હશે !
પૂજ્ય ભાઈશ્રી :- એ તો દુનિયાભરની ભાષામાં વાત કરતા હતા. ક્ષયોપશમ એટલો બધો હતો ને ! પોતે હિન્દીમાં રચના કરી છે. હિન્દી ભાષા ભણ્યા વિના. તો હિન્દીમાં પદો રચ્યા છે. અને બીજી પણ દુનિયાની ભાષામાં વાતો કરી છે. આ શતાવધાનની અંદર ૧૮ વર્ષે દુનિયાભરની ભાષામાં બધી વાતો કરી છે. આગળ આવી ગયું ને, આવી ગયું આગળ.
મનત્યાગી બુદ્ધિત્યાગી.. એટલે પોતામાં ક્યાંય મમત્વ નથી. કોઈ સંગમાં, સંયોગમાં મમત્વ નથી. પોતાના દેહમાં મમત્વ નથી. અંગ એટલે દેહ લઈ લે. પોતાના વચનમાં, વચનને તો તરંગ જ જાણે છે. પુગલના તરંગ જાણે છે. એમાં પણ મમત્વ નથી. પેલું તો માણસને શબ્દ ફેરવવો ગમે નહિ. આ મારું વચન, મારો શબ્દ બદલાય નહિ, ફેરવાય નહિ. “વચનતરગત્યાગી મનત્યાગી” મનના વિકલ્પમાં પણ મમત્વ નથી અને બુદ્ધિના વિચારોની અંદર પણ મમત નથી. બુદ્ધિથી પાર એવું જે નિર્વિકલ્પ તત્ત્વ એને તન્મય થયેલી જે નિર્વિકલ્પ દશા, એ સિવાય બુદ્ધિના વિકલ્પમાં પણ પોતે મમત્વ કરતા નથી. એ રીતે જેણે પોતાના આત્માને શુદ્ધ કર્યો છે એની દશા કેવી અભુત ! એવી નિર્વિકલ્પ દશા તે કેવી અદ્દભુત દશા છે ! એમ કહે છે.
જૈનદર્શનમાં અનેક પ્રકારે જે ઉપદેશબોધ છે એ બધા જ ઉપદેશબોધનું લક્ષબિંદુ એવું છે કે આ નિર્વિકલ્પ દશામાં આવી જાય. અન્ય દર્શનમાં પણ અનેક પ્રકારે ઉપદેશ ચાલે છે. લોકો સમન્વય કરે છે કે આ જૈનદર્શનમાં આવો ઉપદેશ છે, અન્ય દર્શનમાં આવો ઉપદેશ છે, આણે એટલો ત્યાગ કર્યો, આણે પણ આટલો ત્યાગ કર્યો. આનું