________________
૧૯૨
રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - ૧૭-૧૮ ગાથાની ટીકાનો છેલ્લો પેરેગ્રાફ.
“સ્વભાવ યથાર્થ જેને સમજાય છે, તે) નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.' અમને તો એ સમ્યક્દર્શનના મુખ્ય લક્ષણભૂત જે વીતરાગતા એનો અનુભવ વર્તે છે. એને જ અમે સમ્યક્દર્શન જાણીએ છીએ. વીતરાગતા વિના અમે સમ્યક્દર્શનને ઓળખતા નથી. એમ કહે છે. એ ૩૨૪ પત્ર પૂરો થયો.
પત્રક - ૩૨૫
મુંબઈ, માહ વદ ૯, સોમ, ૧૯૪૮ જબ હીતે ચેતન વિભાવસો ઉલટિ આપુ, સમે પાઈ અપનો સુભાવ ગહિ લીનો હૈ; તબહીતે જો જો લેનેજોગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો છે; લેવેક ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર, બાકી કહા ઉબય જૂ, કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી,
મનત્યાગી, બુદ્ધિત્યાગી. આપા શુદ્ધ કીનો હૈ.' - કેવી અદ્ભુત દશા ? જેવો સમજાય તેવો યોગ્ય લાગે તો અર્થ લખશો.
પ્રણામ પહોંચે. '
૩૨૫ માં પત્રમાં એક “બનારસીદાસજીનું પદ ટાંક્યું છે અને જ્ઞાનીની દશા છે એ એમણે વર્ણવી છે. એ પણ “સોભાગભાઈ ઉપરનો પત્ર છે.
જબહીત ચેતન વિભાવસો ઉલટિ આપુ, સી પાઈ અપનો સુભાવ ગહિ લીનો છે;