________________
૧૦
ચજહૃદય ભાગ-૫
શું ચીજ છે. “સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. અમને એ વીતરાગતાનો અનુભવ છે. સમ્યક્દર્શનનો અનુભવ છે, એ વીતરાગતાનો પણ અમને અનુભવ છે.
મુમુક્ષુ - આ વીતરાગતા પાત્રતાથી જ હોય છે. ?
પૂજ્ય ભાઈશ્રી - પાત્રતામાં વીતરાગતા નથી આવતી પણ વીતરાગતાની પૂર્વ ભૂમિકાને પાત્રતા કહેવામાં આવે છે. એટલે એ વીતરાગતાનો પ્રયાસ શરૂ થાય છે એને પાત્રતા કહેવામાં આવે છે. એની સફળતા તે વીતરાગતાની પ્રાપ્તિ છે. પણ પ્રયાસ પોતે પાત્રતા છે. પ્રયાસ વિના પાત્રતા નથી. માત્ર વિચાર કરે તે પાત્રતા નથી. પ્રયાસ કરે તે વર્તમાનમાં પાત્રતા છે.
મુમુક્ષુ :- ઉપાધિ સામે જુએ તો જ ઉપાધિ છે. પૂજ્ય ભાઈશ્રી - ઉપાધિમાં અહમ્પણું થાય ત્યારે ઉપાધિ છે.
મુમુક્ષુ - સામે જોવું. - પૂજ્ય ભાઈશ્રી - હા, સામે જોવું એટલે આ મારા સંયોગો છે, આ મને લાગેવળગે છે. આ નુકસાન મને છે, આ લાભ મળે છે. આ રોગ મને છે. આ કારણ મારે છે એમ લાગ્યું કે બસ ! પકડાણો ઉપાધિમાં.
મુમુક્ષુ :- ઉપાધિ પહેલાં તો આત્મા જણાય છે પણ એ જોતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :- ખરેખર તો એમ જ છે. જીવ કોનો અનુભવ કરે છે એના ઉપર જ બધો આધાર છે. વાસ્તવિકતાએ જીવ અન્ય પદાર્થનો અનુભવ કરી જ શકતો નથી. અધ્યાસે કરીને મિથ્યા અનુભવ કરે છે કે મને પરનો અને રાગનો અનુભવ થાય છે. કરી શકતો નથી. પણ એ અધ્યાસ ઊંધા નિશ્ચયને લીધે છે.
૧૭ મી ગાથાના ભાવાર્થમાં જયચંદજીએ બહુ સારી વાત લીધી છે. કુંદકુંદાચાર્યદેવે જ એ વાત લખી છે, જયચંદજીએ નહિ. છેલ્લો પેરેગ્રાફ જે ટીકાનો લીધો છે એમાં એ વાત લીધી છે. ૧૯૧૮ ગાથા છે. આ અનુભૂતિ છે તે જ હું છું એવું જે આત્મજ્ઞાન તે આત્મજ્ઞાન ઉદયરૂપ થતું નથી. તો કેવું અજ્ઞાન ઉદય થાય છે ? કે આ રાગ તે હું છું, આ સંયોગ તે હું છું, આ વિભાવ તે હું છું. એવું 'અજ્ઞાન ઉદય થાય છે. છતાં અજ્ઞાને કરીને જીવ પરને અનુભવી શકતો નથી. પણ
અનુભવમાં આવતો હોવા છતાં પણ એને આત્મજ્ઞાન ઉદય નથી. એનું કારણ કે