________________
પત્રાંક-૩૨૪
૧૯૧ એના પરદ્રવ્ય સાથે એકપણાના નિશ્ચયથી મૂઢતાને પ્રાપ્ત થયો છે. એનું જ્ઞાન મૂંઢાઈ ગયું છે. એ નિશ્ચય છે. પર સાથેનો નિશ્ચય છે એ ખરાબ છે.
મુમુક્ષુ – મેરુ પર્વત જેટલો આડો આત્મા છે તોપણ દેખાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :- તરણા ઓથે ડુંગર. ગુરુદેવ’ કહેતા હતા 'તરણા ઓથે ડુંગર' ક્ય તરણું છે ? કે પરદ્રવ્ય સાથે એકપણાનો નિશ્ચય. એ. નિશ્ચયથી એનો અનુભવ છે એમ એને લાગે છે કે મને આનો અનુભવ છે, મને આ અનુભવાય છે. આ રાગ અનુભવાય છે અથવા આ પર અનુભવાય છે. વાત જૂઠી છે. તે અનુભવી શકતો જ નથી.
મુમુક્ષુ – આટલું સહેલું તો ક્યાંય જગતમાં નથી.
પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો માર્ગને સુગમ કહ્યો છે, સરળ કહ્યો છે, સુંદર કહ્યો છે અને સહજ કહ્યો છે એનું કારણ એ છે. પ્રાપ્ત થવો કઠિન એટલા માટે છે કે એનો એકપણાનો નિશ્ચય ઘણો દઢ છે. એ નિશ્ચય એ તોડી શકતો નથી. પુરુષાર્થ વિના એ નિશ્ચય તૂટતો નથી. એકવાર એણે પર સાથે એકપણાના નિશ્ચયને તોડી નાખવો જોઈએ. નિશ્ચય બદલે એટલે આખી દુનિયા બદલાઈ જશે. આખા જગતની કિમત સડેલા તરણા જેવી થઈ જશે. અને આત્મા ? અનંત આનંદનો મહાસાગર છે. સાક્ષાત્ સિદ્ધપદ ! મૂર્તિમંત સિદ્ધપદ દેહાકારે બિરાજમાન છે પોતામાં !
મુમુક્ષુ :- અનુભવે છે અને કહે છે કે અનુભવાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :- એ સિવાય તો અનુભવ થઈ શકતો પણ નથી. જ્ઞાનમાં બીજાનો અનુભવ થવાનો અવકાશ નથી–જગ્યા નથી. ખરેખર તો જગ્યા જ નથી અને જ્ઞાન વેદનનો ત્યાગ કરી શકે એવું નથી. અજ્ઞાનભાવે પણ જ્ઞાનમાં જે વેચવાનો ધર્મ છે એનો ત્યાગ કરી શકે એમ નથી. બીજાને પોતાની અંદર વેદી શકે એમ નથી. આવી તો વસ્તુસ્થિતિ છે. એક નિશ્ચય બદલે એટલી વાર છે. નિશ્ચય ફરે એટલે થઈ ગયું). એટલે તો આગળ કહેશે નિશ્ચય બદલશે એને તો સુધારસ કહેશે. સુધારસની એમણે બહુ સરસ વાત લીધી છે. એ એ તબક્કાની વાત ઘણી સરસ લીધી છે.
મુમુક્ષુ :- મૂઢતા પણ કેટલી કે એનો પાર જ નહિ.
પૂજ્ય ભાઈશ્રી - એટલે તો કહ્યું ને કે પ્રભુ ! તારા અપલક્ષણનો પણ પાર નથી. પોતે ને પોતે કહેશે.
મુમુક્ષુ :- કઈ ગાથા છે ?