________________
૧૯૮
ચજહૃદય ભાગ-૫
પત્રાંક - ૩૨૭
મુંબઈ, માહ વદ ૧૪, શનિ, ૧૯૪૮ અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે. અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્થરૂપે પરિણમે છે; આશ્ચર્યકારક દશાનું એમાં વર્ણન છે.
સત્પરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે, એ જીવને ક્યા ઉપાયથી ટળે છે તે લખશો.
ઉપાધિ પ્રસંગ બહુ રહે છે. સત્સંગ વિના જીવીએ છીએ.
૩ર૭ માં એમણે જે મહા વદ નોમે પત્ર લખ્યો હતો એ મહા વદ ચૌદશે જવાબ મળી ગયો છે. બનારસીદાસનો જે અર્થ એમણે માગ્યો હતો, અદ્ભુત દશાના કાવ્યનો અર્થ માગ્યો હતો તે અર્થ લખી મોકલ્યો.
અદ્ભુત દશાના કાવ્યનો અર્થ લખી મોકલ્યો તે યથાર્થ છે.' તે બરાબર છે. તમારો અર્થ છે એ બરાબર છે. પરીક્ષા કરી, પરીક્ષામાં પાસ થયા એની વાત પણ કરી.
મુમુક્ષુ :- “સોભાગભાઈ તૈયાર થઈ ગયા. પૂજ્ય ભાઈશ્રી :- તૈયાર થઈ ગયા છે. યોગ્યતા તો એમણે પહેલેથી જોઈ છે.
અનુભવનું જેમ વિશેષ સામર્થ્ય ઉત્પન હોય છે, તેમ એવાં કાવ્યો, શબ્દો, વાક્યો યથાતથ્થરૂપે પરિણમે છે. પછી એ વાણીમાં જે નિમિત્ત છે એ નિમિત્ત અનુસાર અહીંયાં નૈમિત્તિક ભાવ ઉત્પન થાય છે. જેવી યોગ્યતા, જેવું અનુભવનું સામર્થ્ય. એ વિશેષ એને નિમિત્ત પડે છે. જ્ઞાનીઓ પણ સત્શાસ્ત્રોનું અધ્યયન કરે છે એનું કારણ વિકલ્પ વૃદ્ધિ કરવી નથી, ક્ષયોપશમ જ્ઞાન વધારવું નથી પણ જે આવી અધ્યાત્મ