________________
૨૦૬
રાજહૃદય ભાગ-૫ ૩૨૯. ન ગમતું એવું ક્ષણવાર કરવાને કોઈ ઇચ્છતું નથી. તથાપિ તે કરવું પડે છે એમ સૂચવે છે કે પૂર્વકર્મનું નિબંધન અવશ્ય છે. કોઈ જીવ પોતાને અણગમતું કાર્ય કરવા ઇચ્છતો નથી પણ જ્યારે એને કરવું પડે, એને એ પોતે કરવા માટે બાધ્ય થાય છે ત્યારે એ એના બંધનને સૂચવે છે કે આ બંધાયેલો છે, આમ કરવા માટે આ બંધાયેલો છે. એની ઇચ્છા નથી છતાં કરે છે એ એને પૂર્વકર્મનું નિબંધન છે. આ આડકતરી રીતે પોતાની દશાની વાત કરે છે. કોઈ વખત સીધી કરે છે તો કોઈ વખત આડકતરી રીતે કરે છે. કે ન ગમતું એવું ક્ષણવાર પણ કોઈ ઇચ્છતું. નથી છતાં કરવું પડે છે. એ એમ બતાવે છે કે પૂર્વકર્મનું કોઈ અવશ્ય બંધન છે.
હવે સીધું લખે છે. “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી.” ધર્મધ્યાન ચાલુ જ છે એમ કહે છે. લોકો કહે છે ને કે ચોથા ગુણસ્થાને ચારિત્ર ન હોય તો ધ્યાન તો ચારિત્રની પરિણતિ છે. ધ્યાનના પરિણામ એ તો ચારિત્રના પરિણામ છે. જો ચતુર્થ ગુણસ્થાને ધર્મધ્યાનનો અભાવ માનો તો ધર્મનો પણ અભાવ જ માનવો પડશે. જેમ મિથ્યાદષ્ટિને આર્તધ્યાન, રૌદ્રધ્યાન હોય છે એ બે ધ્યાન માનવા પડશે. પણ “અવિકલ્પ સમાધિનું...” નિર્વિકલ્પ શબ્દ વાપરવાને બદલે અવિકલ્પ શબ્દ વાપરે છે. વિકલ્પના અભાવરૂપ જે પરિણામ છે એવી “સમાધિનું ધ્યાન...” એવું સમાધિરૂપ ધ્યાન “ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયાં વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. છતાં બીજી બાજુ એક વિકલ્પની ધારા-કર્મધારા પણ ચાલુ છે. આને મિશ્રદશા કહે છે.
જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈ જાતની ઉપાધિ હોવી તો સંભવે છે; તથાપિ અવિકલ્પ સમાધિમાં સ્થિત એવા જ્ઞાનીને તો તે ઉપાધિ પણ અબાધ છે, અર્થાત્ સમાધિ જ છે. અથવા જે વિકલ્પ અને ઉપાધિ અલ્પ છે તે તેમની ધર્મદશાને નાશ કરી શકવા સમર્થ નથી. મિશ્રદશામાં બે પ્રકારના પરિણામ છે. જે અવિકલ્પ સમાધિના પરિણામ છે એમાં સમ્યગ્દર્શન છે, સમ્યફજ્ઞાન છે, સમ્યકૃધ્યાન એટલે ચારિત્ર છે, ધર્મધ્યાન છે અને સમ્યક પુરુષાર્થ છે, સમ્યફસુખ પણ છે, શાંતિ પણ છે. બીજી બાજુ રાગાંશ છે, ઉપયોગ પણ સ્વરૂપને છોડીને બહાર જાય છે એટલી અશાંતિ પણ છે, એટલું પુરુષાર્થનું અસ્થિરતારૂપ પરિણમન પણ ઓછું છે–પુરુષાર્થનું અલ્પત્વ છે. પરંતુ બળવાનપણું જ્ઞાનધારાનું છે, બળવાનપણું કર્મધારાનું નથી. એટલે બન્ને એક દશામાં