________________
૨૦૩
પત્રાંક–૩૨૮ સ્વરૂપનો ત્યાગ એટલે પોતાનો નાશ, પોતાનો નાશ તો મૂર્ખ નથી ઇચ્છતો. બીજાનો તો ક્યાં પ્રશ્ન છે ? અને જ્યાં કેવળ સ્વરૂપસ્થિતિ છે,' સ્વરૂપ સ્વરૂપમાં બરાબર સ્થિત છે, અવિચળપણે સ્થિત છે, શાશ્વતપણે સ્થિત છે ત્યાં તો પછી બીજું કંઈ રહ્યું નથી;.” પછી તો કાંઈ લેવા દેવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
એટલે એકવાર નિર્વિકલ્પતા થઈ જાય છે. આવા પૂર્ણ સ્વરૂપના આશ્રયે જ્ઞાની એકવાર તો નિર્વિકલ્પ થઈ જાય છે કે કોઈ વિકલ્પ નહિ. પછી વિકલ્પ ઊઠે એનો નિષેધ આવે છે. કેમકે નિર્વિકલ્પ સ્વરૂપ, એવી જ નિર્વિકલ્પ સ્વરૂપાકાર દશા–સ્વઆકાર દશા એનાથી દશામાં વિરુદ્ધ આકાર ઉત્પન્ન થાય છે એનો નિષેધ કરે છે. એટલે પછી બીજું કંઈ રહ્યું નથી; એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું, દેવું એ બને નિવૃત્ત થઈ ગયું, ત્યારે બીજું કોઈ નવીન કાર્ય કરવાને માટે શું ઊગર્યું ? શું બાકી રહ્યું “અર્થાત જેમ થવું જોઈએ તેમ થયું. ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ. ક્યાંથી હોય ? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા પ્રાપ્ત થઈ અથવા બધી ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ.
કોઈ તર્ક કરે કે સમ્યક્દષ્ટિને ઇચ્છા તો દેખાય છે. તો કહે છે, ઇચ્છા દેખાય છે અને ઇચ્છાનો નિષેધ દેખાય છે કે નહિ ? કે એકલી ઇચ્છા જ દેખાય છે ? એના નિષેધસહિતની ઇચ્છા છે. અને એવા ઇચ્છાના વિકલ્પમાં પોતે સ્વામીત્વભાવે વર્તતો નથી. આ એક બહુ મોટી વાત છે. ઇચ્છાના વિકલ્પથી ભિન્ન પોતાનું સ્વરૂપ પરિણતિમાં અનુભવે છે તેથી એને પરદ્રવ્યવતુ પરભાવને જાણે છે. જ્યાં પોતાપણું નથી ત્યાં સંબંધ રહેતો નથી. એ રીતે એને પૂર્ણકામતા પ્રાપ્ત થઈ.
એવી અદ્દભુતદશા જ્ઞાનીની-સન્દુરુષની છે એમ બનારસીદાસજીના પદથી સ્વરૂપની ઓળખાણ કરાવવાનો અહીંયાં વિષય હાથમાં લીધો છે. ૩૨૭ માં જે દોઢ લીટી, બે લીટી લખી છે એમાં સંકેત કર્યો છે કે “સપુરુષનું ઓળખાણ જીવને નથી પડતું અને પોતા સમાન વ્યાવહારિક કલ્પના તે પ્રત્યે રહે છે. ઓઘસંજ્ઞાએ સત્પરુષ માને તોપણ એને કલ્પના તો સામાન્ય મનુષ્ય જેવી જ રહે. પુરુષનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ એને લક્ષમાં હોય નહિ. તો “એ જીવને ક્યા ઉપાયથી ટળે.” એમ કરીને એનામાંથી કાઢવું છે કે તમને આમ છે એમ નથી કહેતા. પ્રશ્ન મૂકે છે. તમને સપુરુષની હજી ઓઘસંજ્ઞાએ સંમતિ છે અને હજી ઓળખાણ નથી થઈ તો એ