________________
પત્રાંક-૩ર૪
૧૮૯ શકે છે, સમાધિ રહે છે. એટલે એ પોતાને આશ્ચર્ય થાય છે. “અમને પણ આશ્ચર્ય થઈ આવે છે...” આવી અમારી દશા છે. સહેજે સહેજે આત્મા હલતો નથી, ઊથલપાથલ જે કાંઈ સંયોગોની થાય છે પણ) અમારો આત્મા અંદરથી હલતો નથી એમ કહે છે. આશ્ચર્યકારી વાત છે !
ભિન્નતા ભાસે છે (એટલે) રસ પડતો નથી. જે થયું તે, આત્માને કાંઈ થયું નથી. ગમે તે થયું તોપણ મારા આત્માને કાંઈ થયું નથી એવો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે. આત્માનો અનુભવ જ એમ વર્તે છે. એટલે અમને પણ પ્રાયઃ એમ જ વર્તે છે. આવી આશ્ચર્યકારક પોતાની દશા છે એ નજીકના એમના પાત્ર છે અને દર્શાવતા. જાય છે. એટલે કે તમે કાંઈ મુંઝાવ નહિ. પરિસ્થિતિની ગડબડ તો અમારે થાય છે પણ સમાધિ રાખીએ છીએ. સમાધિમાં છીએ અને એ કેળવવા જેવી દશા છે, એ કરવા જેવી દશા છે. એ દશામાં તમે આગળ વધો, એ દશા પ્રત્યે આગળ વધો. મંઝાવાનું કારણ નથી, મૂંઝાવું જોઈએ નહિ. જે થયું તે થયું એનું કાંઈ કારણ લેવું નહિ. આત્માને કાંઈ નુકસાન થતું નથી. કાંઈ આત્મામાંથી જાતું નથી, કાંઈ આત્મામાં આવતું નથી.
મુમુક્ષુ - ઉપાધિમાં સમતા રહે તો જ . પૂજ્ય ભાઈશ્રી - હા. ખરી જાય. કર્મ ખરે છે. એ વખતે નિર્જરા વિશેષ થાય છે. બહારના સંયોગોના ઉદયના ફેરફારો થાય), તીવ્ર ઉદય આવે પણ જો જીવ સમાધાન રાખી શકે છે તો નિર્જરા વિશેષ થાય છે. સીધી વાત છે. દ્ધિ વધતી જાય છે.
અમને “એવો અનુભવ છે. એમ કહે છે. “આત્મભાવ યથાર્થ જેને સમજાય છે....” આત્મસ્વભાવ અને આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, સ્વસમ્મુખ થઈને એવો જ છું એમ ગ્રહણ થાય છે તે નિશ્ચલ રહે છે. તે પોતાના સ્વરૂપભાવમાં, સ્વભાવભાવમાં નિશ્ચળ રહે છે અને તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. એવી જે સમાધિ-સમપણુંરાગ-દ્વેષનું વિષમપણું નહિ થવું એવું જે સમપણું તે એને પ્રાપ્ત હોય છે'
સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ....” લોકો સમ્યક્દર્શનસમ્યક્દર્શન કરે છે એમ નહિ. સમ્યક્દર્શનનું મુખ્ય લક્ષણ જ વીતરાગતા છે. આ તો સમ્યગ્દર્શનને નામે રાગ-દ્વેષ (કરે). જુઓ ! વિચિત્રતા ! ભૂલી ગયા સમ્યગ્દર્શન