________________
પત્રક-૩૨૩
૧૮૭
પત્રક - ૩ર૩
મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ રન અત્ર સમાધિ છે. પૂર્ણ શાને કરીને યુક્ત એવી જે સમાધિ તે વારંવાર તે તે સાંભરે છે.
પરમસનું ધ્યાન કરીએ છીએ. ઉદાસપણું વર્તે છે.
૩૨૩ એ પણ સોભાગભાઈ ઉપરનો જ પત્ર છે. ૩૨૯ સુધીના બધા પત્ર સોભાગભાઈ ઉપરના જ ચાલે છે.
અત્ર સમાધિ છે. પૂર્ણશાને કરીને યુક્ત એવી છે સમાધિ.. એટલે કેવળજ્ઞાન દશા તે વારંવાર સાંભરે છે. પોતાનું ધ્યેય છે તે પૂર્ણ થવાનું. પુરુષાર્થ પણ પૂર્ણ થવાનો છે, ભાવના પણ પૂર્ણ થવાની છે, સ્વરૂપ પણ પૂર્ણ છે. એટલે પૂર્ણજ્ઞાન કરીને યુક્ત એવી સમાધિ દશા છે, જેમાં કેવળજ્ઞાન વર્તતું હોય તે દશા અમને વારંવાર સાંભરી આવે છે. અથવા તે દશા વારંવાર ભાવનામાં રહે છે અને તદ્અનુસાર પુરુષાર્થની વૃત્તિ પણ વત્ય કરે છે. એ પોતાને વર્તમાન સમાધિ છે.
પરમસતુનું ધ્યાન કરીએ છીએ. પરમસતુ એવું જે પોતાનું સ્વરૂપ તેનું ધ્યાન કરીએ છીએ અથવા એનું ધ્યાન ખસતું નથી, ધર્મધ્યાન છે એ ખસતું નથી. અને જગતને વિષે “ઉદાસપણું વર્તે છે.' ઉપેક્ષા વર્તે છે. એ બાજુનું જરા પણ લક્ષ નથી. સંયોગોનું પણ ઉદાસપણું વર્તે છે. એમ કરીને પોતાની દશાની વાત “સોભાગભાઈને લખી છે. એટલે એ પણ એ દશાને અનુસરે એટલા માટે પોતાની દશાની વાત લખે છે.