________________
પત્રાંક-૩૨૨
૧૮૫ તમે પાછા વળ્યા, પાછા વળવાની તૈયારી કરી. અમે તમને નમસ્કાર કરીએ છીએ ! એટલો જબરદસ્ત આદર કરે છે.
હવે દેવચંદજીના પદનો અર્થ કર્યો છે. જે આગળ લખી ગયા. “જીવ એ પુદગલીપદાર્થ નથી, પુદગલ નથી, તેમ પુદ્ગલનો આધાર નથી.' એટલે કે જીવના આધારે શરીર ટકી રહ્યું છે એમ પણ નથી. તેના રંગવાળો નથી;” શરીરના અનેક રંગ છે. જીવનો કોઈ રંગ નથી, અરૂપી પદાર્થ છે. પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી....... એક રજકણનો પણ સ્વામી નથી. જગતના કોઈ સંયોગો પૂર્વકર્મ નસીબને લીધે પોતાના ગણાય છે એનો પણ જીવ સ્વામી નથી.
કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. કોઈ બીજાનું ધણીપણું સ્વરૂપને વિષે ઉત્પન્ન થાય નહિ. “વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” અને કોઈ પરપદાર્થનો સંગ કરે એવો પણ એનો સ્વભાવ ધર્મ નથી. વિભાવને લઈને કેટલોક સંયોગ જોવામાં આવે છે પણ સ્વભાવથી જોતા એને કોઈ સંયોગ નથી. સિદ્ધ પરમાત્માને ક્યાં સંયોગ છે કોઈ ? “વસ્તૃત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગો પણ નથી.' એવો એનો ત્રણે કાળે સ્વભાવ છે. એ પ્રમાણે સામાન્ય અર્થ
જીવ નવિ પગલી વગેરે પદોનો છે.' હવે અહીંયાં ફરીને “આનંદઘનજી' નું એક પદ ટાંક્યું છે. “વાસુપૂજ્ય ભગવાનના સ્તવનમાંથી આ પદ ચંક્યું છે. ૨૪ તીર્થકરની સ્તુતિ કરી છે. “આનંદઘનજી' એ ૨૪ પદ રચેલા છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં “આનંદઘન ચોવીસીના નામે એ પ્રસિદ્ધ છે.
દુખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે,
ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. જિનેન્દ્રચંદ્ર એવા જે તીર્થકર વાસુપૂજ્ય ભગવાન છે એ તો એમ કહે છે કે આ સુખદુઃખ જે સંયોગ અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુકૂળ-પ્રતિકૂળ ઉત્પન્ન થાય છે એ તો પૂર્વકર્મનું ફળ છે. એમનેમ બનતું નથી. કારણ છે એ પૂર્વકર્મના ફળ સ્વરૂપે જ છે. જે કોઈ પ્રકારની વિચિત્રતા હોય તે બધી જ પૂર્વકર્મના ફળસ્વરૂપે છે અને પૂર્વકર્મનું ફળ જાણીને એને ગૌણ કરી નાખો. એની મુખ્યતા જરા પણ પરિણામને વિષે ન રાખો. ન તો અનુકૂળતાનો રસ લેવા જેવો છે, ન તો કોઈ પ્રતિકૂળતાનો રસ લેવા જેવો છે.