________________
પત્રક-૩૨૨
૧૮૩ સમાધાન :- આર્થિક સહાય નથી કરતા એનું કારણ એ છે કે એમની જે આધારબુદ્ધિ છે એ કેવી રીતે ફરે ? અનુકૂળતામાં ઠીક-એ આધારબુદ્ધિ છે. એ કેવી રીતે ફરે ? એમને તો એ ફેરવવું હતું. એટલે ખાસ પ્રકારનું એમની સાથેનું વલણ અપનાવ્યું છે. બહુ સમજીબૂજીને, બહુ ગહનદૃષ્ટિથી અથવા મુખ્ય પારમાર્થિક દૃષ્ટિથી એ વત્ય છે એમ કહી શકાય. એટલે તો એમ કહ્યું કે તમારા માટે અમારે કાંઈ કરવું પડે તો અમને કાંઈ વાંધો નથી. અમે તમારી ચિંતાનો ગમે તેટલો ભાગ, બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. તમારી ચિંતા જાણીએ છીએ અને અમે તે ચિંતાનો કોઈપણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. પણ એમ કેવી રીતે બની શકે ? એમ તો બની શકે નહિ. એટલે પોતાની સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, કઠોરતા નથી રાખી. છતાં રસ્તો આ છે એમ કહે છે. રસ્તો પેલો –આર્થિક સહાય આપવાનો) નથી. રસ્તો આ જ છે કે તમારે આધારબુદ્ધિ બદલવી એ એક જ રસ્તો છે. એ તો હજી બહુ કહેશે. કેમકે આટલો નિશ્ચય કર્યા પછી પણ વિકલ્પ તો ઊઠે છે. જ્ઞાનદશા હોય તોપણ કેટલોક વિકલ્પ ઊઠે છે પણ આ તો મુમુક્ષુ દશા છે એટલે વિકલ્પ તો આવે છે તોપણ એમની સાથે એ એવી રીતે કેવી કેવી વાતો લખે છે એ તો હજી બધા પત્રોમાં ઘણું આવશે.
મુમુક્ષુ :- આમાં તો એવું છે કે પોતાની સાધર્મી ફરજ તરીકે કરવું તો એ જે વિચારસરણી છે એમાં કેવી રીતે...
પૂજ્ય ભાઈશ્રી :- એમાં બે વાત જુદી જુદી છે. દેનારની વાત જુદી છે, લેનારની વાત જુદી છે. બન્ને એક વાત નથી, તદ્દન જુદી જુદી વાત છે. લેનારને તો આધારબુદ્ધિ ફેરવવાનો પ્રયત્ન હોવો જ જોઈએ. દેનારની વાત જુદી છે આખી. એ તો એમાં મોક્ષમાર્ગનો આદર કરે છે. દે છે એ તો મોક્ષમાર્ગનો આદર કરે છે. કોઈ મોક્ષમાર્ગે આગળ વધતો હોય તો એના વિકલ્પ જેટલા સંયોગના ઘટે અને પોતાના આત્મા તરફના પરિણામ વધારે એવો હેતુ છે એની પાછળ. એની પાછળ એવો હેતુ નથી કે સામા જીવને આધારબુદ્ધિ દઢ થાય. એવો હેતુ નથી હોતો. હેતુ બંનેનો એક છે પણ બંનેની પરિસ્થિતિ જુદી જુદી છે. બંનેના પરિણામ જુદાં જુદાં છે.
પ્રશ્ન :- લેનારની પણ આ પ્રમાણે બુદ્ધિ હોય તો ? સમાધાન – આ પ્રમાણે એટલે કેવી રીતે ?