________________
૧૮૪
રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - મારે સંજોગવશાત લેવું પડે છે. " પૂજ્ય ભાઈશ્રી :- સંજોગવશાત્ લેવું પડે છે એ બરાબર છે પણ લેવાની એની અપેક્ષાવૃત્તિનો એને નિષેધ હોય તો યથાર્થ છે, તો યથાર્થ છે.
મુમુક્ષુ - મુમુક્ષનો આપે જે આ હેતુ બતાવ્યો એ હેતુ તો અમારે લોકોને ...
પૂજ્ય ભાઈશ્રી - હેતુ તો એમ જ છે કે કોઈ જીવ મોક્ષમાર્ગમાં આગળ વધે એટલો જ હેતુ છે. મોક્ષમાર્ગમાં સ્થિર થાય, મોક્ષમાર્ગમાં પદાર્પણ કરે, મોક્ષમાર્ગમાં પ્રવેશ કરે, પ્રવેશ કરેલો હોય તો વિશેષ વૃદ્ધિગત થાય. એને માર્ગ જીવંત રાખવો છે. આચરણના અધિકારની અંદર શાસ્ત્રોમાં એ આવે છે.
મુમુક્ષ – “સોભાગભાઈના પત્રોમાંથી એ જ નીકળે છે કે એક કોરથી પ્રોત્સાહન આપતા જાય છે અને આગળ વધારતા જાય છે, પ્રોત્સાહન આપતા જાય છે અને આગળ વધારતા જાય છે. આ એક સળંગ સૂત્ર આવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- આચરણના અધિકારમાં એક વિષય આવે છે કે મુનિને આહારદાન દેવામાં આવે છે. તો મુનિ છે એ મૂર્તિમંત જિનમાર્ગ છે અને એ જિનમાર્ગનો પ્રકાશ ચાલ ને ચાલુ રહે. જો કે દેહ તો એના આયુષ્ય સમાપ્ત થાય એ પહેલાં પડવાનો નથી પણ મુનિની અંતર-બાહ્ય સર્વ પરિસ્થિતિ એવી છે કે બીજાને એ મોક્ષમાર્ગમાં આવવામાં જ નિમિત્ત થાય છે, બીજું કોઈ એમાંથી વિપરીત કારણ ઊપજતું નથી.
એ મુનિ છે એને ખબર છે કે આના આયુષ્ય પર્યત દેહ ટકવાનો છે. છતાં, પણ જે મર્યાદામાં એ આહાર ગ્રહણ કરવાનો એનો વિકલ્પ છે એમાં દેનારની એટલી જ વાત છે કે આ સ્થિતિ જો બરાબર જળવાઈ રહે તો અન્ય જીવને મોક્ષમાર્ગનું લાભનું કારણ છે, ધર્મલાભનું કારણ છે. એટલે મોક્ષમાર્ગ જીવંત રહો, એટલી જ વાત છે એમાં. આ મંદિર જે છે એમાં દાન આપે છે તે લોકો ? મંદિરમાં. તો એ પણ એક મોક્ષમાર્ગનું નિમિત્ત છે. તો એ જીવંત રહો એ એમાં ભાવના છે. | મુમુક્ષુ :- સાચી ભાવનાથી
પૂજ્ય ભાઈશ્રી - માર્ગની ખબર છે ને. કેવી ભાવના છે ? સાચી એટલે કેવી ભાવના છે? કે એક જીવનો નિશ્ચય બદલવાનો આ Turning point છે. પહેલોવહેલો એના જીવનનો Turning point છે તો પોતે એને નમસ્કાર કરી લ્ય છે ! શાબાશ !