________________
પત્રક-૩૨૫
૧૯૩
તબહીતે જો જો લેનેજીગ સો સો સબ લીનો, જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ; લેવકોં ન રહી ઠોર, ત્યાગીવેકીં નાહીં ઓર, બાકી કહા ઉબર્યો જ. કારજ નવીનો હૈ; સંગત્યાગી, અંગત્યાગી, વચનતરંગત્યાગી,
મનત્યાગી, બુદ્ધિત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. જ્યારથી ચેતન એટલે આત્માએ વિભાવથી પલટી મારીને ઊલટી દશા કરી, ઊલટી એટલે પલટો મારી દીધો. વિભાવ બાજુ જે મુખ હતું એ પર સન્મુખતા હતી. ઊલટીને સ્વસમ્મુખ થયો. જ્યારથી ચૈતન્ય પોતે–આત્મા પોતે વિભાવથી પાછો ફરીને પોતે જ આપો એટલે પોતે જ સમે પાઈ અપનો સુભાવ ગહિ લીની હૈ.' એવો એક ધન્ય સમય એણે ગ્રહણ કર્યો, પ્રાપ્ત કર્યો કે મા ? કે જેમાં એણે પોતાના સ્વભાવને ગ્રહણ કરી લીધો. પોતાનો સ્વભાવ તો હતો પણ ગ્રહણ નહોતો કર્યો. એ સ્વપણે ગ્રહણ કરી લીધો.
તબહીતે જો જો લેનેજીગ સો સો સબ લીનો. એક સ્વભાવને ગ્રહણ કરતા, સ્વભાવ એટલે પોતાનું સિદ્ધપદ છે–પરમેશ્વર પદ છે, આત્મા પોતે જ જિનચંદ્ર છે. ગુરુદેવ' તો બહુ મલાવતા. અંદરમાં આત્મા પોતે જ જિનચંદ્ર છે. એને ગ્રહણ કરતા એણે બધું લઈ લીધું. લેવા યોગ્ય એવું બધું લઈ લીધું. ત્યાગ કરવા યોગ્ય બધું ત્યાગી દીધું. ગ્રહણ-ત્યાગ બંનેનો ફેંસલો થઈ ગયો. યથાર્થ ગ્રહણ થઈ ગયું. અયથાર્થ બધું એને છૂટી ગયું. ક્યાંય મમત્વ એને રહેતું નથી, થતું નથી. - જો જો ત્યાગજોગ સો સો સબ છાંડી દીનો હૈ લેવોક ન રહી ઠોર.' હવે કાંઈ લેવાનું શું બાકી રહ્યું ? હવે કાંઈ મેળવવાનું અને બાકી રહેતું નથી. બીજું કાંઈ લેવાનું (રહ્યું નહિ). અહીંયાં ૩૨૮માં અર્થ કર્યો છે, ભલે કો નહીં ઠેર.” એનો અર્થ કર્યો છે. સ્વરૂપનું ભાન થવાથી પૂર્ણકામપણું પ્રાપ્ત થયું છે. હવે બીજું કોઈ ક્ષેત્રે કાંઈ પણ લેવાને માટે રહ્યું નથી. લેવકો ન રહી ઠોર. કોઈ સ્થાનમાંથી કાંઈ કોઈ ઠેકાણેથી કાંઈ લેવાનું નથી એને. ત્યાગવેક નાહીં ઓર. અને પોતાના સ્વરૂપનો કોણ ત્યાગ ઇચ્છે ? એને તો પોતામાંથી કાંઈ છોડવાનો પ્રશ્ન નથી, સ્વભાવને છોડવાનો પ્રશ્ન નથી.