________________
૧૮૮
ચજહૃદય ભાગ-૫
પત્રાંક - ૩ર૪.
મુંબઈ, માહ વદ ૪, બુધ, ૧૯૪૮ હે ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ છે ર રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી ? છે વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યાં છે તે જ કરે છે, એવો અનુભવ છે. તે આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચલ રહે છે, તેને એ સમાધિ કિ પ્રાપ્ત હોય છે.
" સમ્યક્દર્શનનું. મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ અને તેવો છે અનુભવ છે.
૩૨૪. “ચો તરફ ઉપાધિની જ્વાલા પ્રાલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે, અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. ચારે તરફ ઉપાધિની જ્વાળા, ઉપાધિની હોળી, અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ સંયોગોની વર્તતી હોય એવા પ્રસંગમાં પણ સમાધિ રહેવી, એવા પ્રસંગમાં પણ વીતરાગતાની મુખ્યતા સહિત પરિણામ રહેવા એ પરમ દુષ્કર છે, એ ઘણી અઘરી વાત છે, કઠિન વાત છે. કેમકે એમાં ઘણો પુરુષાર્થ હોય છે જીવનો–મોક્ષમાર્ગી જીવનો, ધર્માત્માનો અત્યંત પુરુષાર્થ હોય છે એટલે એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે. એ પરમજ્ઞાની એટલે ઘણી વીતરાગતા વધી હોય. નહિતર સાધારણ જ્ઞાનીને પણ એ વાત વિકટ છે એ પણ હાલકડોલક થતા જોવામાં આવે છે.
પોતાને એવો અનુભવ છે કે પોતે ગમે તેવી ઉપાધિમાં પણ સમાધાન રાખી