________________
૧૮૧
પત્રાંક-૩રર આવ્યો છે, પુરુષાર્થ થયો છે એટલે એમના વચનને નમસ્કાર કર્યા છે.
મુમુક્ષુ - આખા સંસારનો સુખ-દુખ એ આધારબુદ્ધિ છે.
પૂજ્ય ભાઈશ્રી :- આધારબુદ્ધિ ઉપર જ છે. આખો સંસાર જ આધારબુદ્ધિ ઉપર ચાલ્યો છે. સંસારચક્ર છે એની ધરી છે). એણે દેહનો આધાર અને દેહને ટકવા નભવાના સાધનોનો આધાર લીધો છે એ જ એની ધરી છે. નહિતર એ ચક્ર ફરી શકે એવું નથી, બંધ થઈ જાય એવું છે. એટલે સત્પરુષો, શ્રીગુરુ અને તીર્થંકરદેવ સદ્ધાં એમ કહે છે કે તું તારા ધ્રુવપદનો આધાર લે, તારા મૂળ સ્વરૂપનો આધાર લે. અનંત શક્તિ અને અનંત સામર્થ્ય સંપન તારું સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે. કોઈની જરૂર પડે એવી તારી પરિસ્થિતિ નથી. તું વિશ્વાસ કર અમારી વાત ઉપર અને વિશ્વાસ કર તારા સમાÁ ઉપર તો તને કોઈ મુસીબત નથી, કોઈ મુશ્કેલી નથી, કોઈ દુખ નથી અને કાંઈ કોઈ પ્રકારે બાધા આવે એવું નથી.
મુમુક્ષુ :- વ્યદૃષ્ટિની જેટલી વાત છે એટલી બધી આધાર બદલવા માટે...
પૂજ્ય ભાઈશ્રી – દષ્ટિ એટલે આધાર લેવો એનું નામ જ દૃષ્ટિ. આધાર લેવાનું મુખ્ય કામ શ્રદ્ધાનું છે. પછી જ્ઞાન અને ચારિત્ર તો એને અનુસરે છે. પણ શ્રદ્ધાનું કામ આધાર લેવાનું છે. શ્રદ્ધાએ આધાર લીધો છે પુગલનો. સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો.” “સમયસારની) બીજી ગાથામાં વાત નાખી.
જ્યારે શ્રીમદ્જીના સમાગમથી સોભાગભાઈને આટલું બળવાનપણું આવ્યું છે કે એકવાર માગી ખાઈને એટલે ભીખ માગીને ગુજરાન ચલાવશું, પેટ ભરશું પણ ખેદ નહિ પામીએ.' એ દશાનો ખેદ નહિ પામીએ. એ ક્ષણિક વૃત્તિ છે. નહિ ચાલતા એટલું કાર્ય કરવું પડે તો જુદી વાત છે, બાકી એનો ખેદ નહિ હોય, એનો ખેદ નહિ પામીએ. એનો આધાર લેવા માટે હવે ફરીને એ બાજુ નહિ જઈએ. કેમ ? કે અંદરમાં “જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુખ તૃણ માત્ર છે. એવો સહેજ વિકલ્પ ઊઠે, આકુળતા થાય એ તો નહિવત છે. જ્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાન એટલે આત્માનો અનંત આનંદ અને ક્યાં ક્ષણવર્તી વિકલ્પ ! “આ ભાવાર્થનું જે વચન લખ્યું છે... શબ્દ બીજા હશે પોતે એમાંથી ભાવ કાઢ્યો છે.
મુમુક્ષુ - પોતાની ભાવના ત્યારે વધારે છે. પૂજ્ય ભાઈશ્રી - એને બહુ આદર આપ્યો છે. જુઓ ! કેટલો આદર આપ્યો