________________
પત્રક-૩૨૨
૧૭૯ નથી. એ પ્રકારનો પુણ્યોદય દેખાતો નથી. તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી.' તારીખેંચીને ઉદીરણા કરીને લાવીએ એ અમારાથી બની શકે એવું નથી. એમ કરીને એમણે પોતાનો અંતર ભાવ, બન્ને દશાનું સ્પષ્ટીકરણ આ જગ્યાએ આપ્યું છે.
હવે અવતરણ ચિહ્નમાં જે વાત લખી છે એ “સોભાગભાઈની વાત લખી છે. ભાગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુખ તૃણ માત્ર છે... આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ” “સોભાગભાઈ પણ આવી જ ગયા છે પુરુષાર્થમાં ! આર્થિક પરિસ્થિતિના કારણે જે દીનતા થતી હતી. એ દીનતા પહેલવહેલી આ જગ્યાએ એમને ઘટી છે. હજી વિકલ્પ આવે છે. એ તો મુમુક્ષની ભૂમિકામાં છે પણ પહેલાં વહેલા fullformમાં આવ્યા છે કે, જ્યાં જ્ઞાનનો અનંત આનંદ, જ્ઞાનના અનંત આનંદ પાસે આખું જગત તૃણવતુ ભાસે છે. એમાં બહારમાં કોઈ પુણ્યનો ઉદય ન હોય અને કદાચ ભીખ માંગવાનો વારો આવે તો પણ વાંધો નથી. કાંઈ વાંધો નહિ ભીખ માંગવાનો વારો આવે તો કાંઈ વાંધો નહિ. આટલો પુરુષાર્થનો ઉછાળો એમને આવ્યો હતો કૃપાળુદેવે) નમસ્કાર કર્યા છે. તમારા આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. બહુ સુંદર વાત લખી છે. વિશેષ લઈશું...