________________
૧૭૮
ચજહૃદય ભાગ-૫
હોય છે પણ આમ સીધી સુખની ઇચ્છા નથી.
મુમુક્ષુ - સંયોગના સુખની ઇચ્છા નથી. પૂજ્ય ભાઈશ્રી :- ના, એ તો એમને પ્રશ્ન જ નથી, એ તો પ્રશ્ન જ નથી.
જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે....... કારણ કે બહુ સમર્થ છે. આપના જેવા સમર્થ પુરુષ છે તો લોકોનું પણ ઘણાનું કલ્યાણ થઈ જાય. એવી પ્રવૃત્તિ કરે તો લોકોને હિતનું કારણ થઈ જાય, માર્ગ પામવાનું કારણ થઈ જાય. પણ એ પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે, એવો પણ ક્યારેક વિચાર આવે છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે,...” જ્યાં સુધી કુદરતી એ પ્રકાર ઊભો ન થાય ત્યાં સુધી કોઈ વાત પરાણે કરવા જવી એવું અમને નથી). કેમકે અથડામણ તો થાય, સમાજમાં તો અથડામણ જ થવાની છે. એવી પરિસ્થિતિ છે. કે જગતની અંદર ગુરુ ન હોવા છતાં ગુરુના સ્થાને લોકો બેસીને પ્રવૃત્તિ કરતા જ હોય છે. આ ત્રણેય કાળ હોય છે. હવે એ જગ્યાએ જો કોઈ આવવા માટે પ્રયત્ન કરે તો પહેલો સીધુ લોકો ઘર્ષણ કરે છે. કેમકે એની દુકાનદારીનું સીધું પ્રયોજન એનું હણાય છે એટલે ત્રણે કાળે જ્ઞાનીઓનો, તીર્થકરોનો, સપુરુષોનો વિરોધ થયો છે એનું કારણ આ છે. બીજા તો દુકાન માંડીને બેઠા છે, દુકાનદારી જે ચલાવે છે એને તો સીધી જ ખબર પડે છે કે મારી ઘરાકી કેટલીક તૂટી જવાની છે. અને એનો માલ જોઈને ગભરાય છે. માલ જોઈને ગભરાય. ઓ...હો...! આવો કોઈ વ્યક્તિ છે ! લોકો ત્યાં વળી જશે. એટલે એની સામે ઘર્ષણમાં આવ્યા વગર રહે નહિ.
હવે ઉદયને અનુસરીને ચાલવું. એ પ્રકારનો પુણ્યોદય હોય, સામો ગમે તેટલો ધમપછાડા કરે એનું કાંઈ કામ ન આવે. પણ આપણે પોતાનો પુણ્યનો ઉદય ન હોય એને પોતે પરાણે પરાણે કરવા જાય તો એને પોતાને પરિણામની અંદર ઘણું નુકસાન થઈ જાય.
એટલે કહે છે કે અમારા આત્માની દશા જ એવી છે કે ઉદયને અનુસરીને ચાલવું. કોઈ વાત તારીખેંચીને પરાણે કરવી એ અમે કરવા માંગતા નથી. અને તેવો ઉદયકાળ...” એટલે કે લોકોના કલ્યાણને અર્થે. જગતના કલ્યાણ અર્થે કાંઈ પુરુષાર્થ કરીએ એવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી.' એવું કોઈ દેખાતું