________________
પત્રાંક–૩૨૨
૧૭૭ અનુભવ વર્તે છે. “અમે તેમના અનુયાયી ખરેખા છીએ. ખરેખરા અનુયાયી અમે છીએ, અમે સાચા અનુયાયી છીએ. વીતરાગદેવના તીર્થંકરદેવના અમે સાચા અનુયાયી. આ ક્ષેત્રે અમે છીએ એ ચોખ્ખું કરી નાખ્યું. વિશ્વાસ મૂક્યો છે ને ! એટલે બધી વાત સ્પષ્ટ કરી.
“વન અને ઘર એ બને કોઈ પ્રકારે અમને સમાન છે... કેમકે અમને કોઈ ઘરની અંદર એવી સ્પૃહા નથી, એવું Attachment નથી, એવો કોઈ રાગ નથી. વન અને ઘર કોઈ એક પ્રકારે એટલે જ્ઞાતા-દણભાવે તો અમારે વન કે ઘર બંને શેયમાં જ જાય છે. બંને જ્ઞાનનું શેય છે. અમને કોઈ ફેર નથી, સમાન જ છે. તથાપિ..” અમારો રાગ ક્યાં કામ કરે છે ? તથાપિ અમારી વૃત્તિ ક્યાં કામ કરે છે ? કે “તથાપિ વનમાં પૂર્ણ વિતરાગભાવને અર્થે રહેવું વધારે રૂચિકર લાગે છે. આ વીતરાગપણાની. સાથે અમારી ભાવના તો વીતરાગ થવાની જ છે અને એ વીતરાગતા ઉપર અમારી નજર છે. લખે છે ને કે, અમારી વૃત્તિ તો પરિપૂર્ણતાની મૂળ વિષે પડી છે. મૂળ શબ્દ વાપર્યો છે. પાયામાં અમારી દૃષ્ટિ ક્યાં છે ? પૂર્ણ થઈ જવું ત્યાં અમારી દૃષ્ટિ છે.
મુમુક્ષુ - લૌકિક સુખની ઇચ્છા નથી.
પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક સુખ–એનો વિકલ્પ નથી, એમ. સુખ માટેનો વિકલ્પ નથી. વીતરાગતાનો વિકલ્પ છે. જોકે વીતરાગતા અને સુખ બંને અવિનાભાવી છે. પણ લોકો શું ઈચ્છે છે ? કે મોક્ષ શું કરવા જોઈએ ? સુખી થઈ જઈ ને. સુખી રહીએ ને. આકુળતા ન થાય. એમાં અને વીતરાગતામાં શું ફેર રહે છે? વીતરાગતામાં
એકલો સમભાવ છે. સમભાવમાં અવસ્થા પ્રત્યેનો પણ સમભાવ છે. “ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો ભવ અને મોક્ષ પરસ્પર વિરુદ્ધ છે. અમને સમભાવ છે. એ સમભાવના પોતે ચાહક છે એને વીતરાગતા કહે છે. સમપણું કહો, સામ્યપણું કહો, વીતરાગતા કહો, ચારિત્ર કહો બધું એક છે. કોઈ વાર તો સુખ અને ચારિત્રને અભેદ ગણીને શાસ્ત્રમાં કહેવાય છે પણ અહીંયાં થોડી સૂક્ષ્મ વાત લીધી.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :- શું છે કે સુખી થવું છે... સુખી થવું છે... સુખી થવું છે. દુઃખ નથી જોતું. સુખ જોઈએ છે. એમ કંઢ રહે છે. વીતરાગતામાં ઠંદ્ર નથી, વીતરાગતામાં કોઈ áદ્ધ નથી. સમભાવ, એક જ્ઞાતા-દાપણું પછી સુખ તો સાથે