________________
તા. ૨૬-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૯૧
પત્રાંક – ૩૨૨ થી ૩૨૮
bad
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, પત્રાંક ૩૨૨ ચાલે છે. પાનું ૩૧૫ બીજો પેરેગ્રાફ. માગી ખાઈને ગુજરાન ચલાવશું.' ત્યાંથી લેવું છે. આટલો વિસ્તારથી પત્ર લખવા પાછળ એક વાતનો ઉત્સાહ આવ્યો છે કે જે વાત “સોભાગભાઈએ લખી છે અને પોતે એ વાતને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે.
સોભાગભાઈની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. એ વિષેની ચિંતા પણ એમને થતી હતી. એ ચિંતા એમને ઘણા નવા કર્મબંધનનું કારણ હતી. એટલું જ નહિ પણ જો જીવને સંયોગની આધારદ્ધિ મટે નહિ ખસે નહિ તો કોઈપણ પ્રકારે શદ્ધ જ્ઞાનમય સ્વરૂપ સત્તા છે એનું આધારપણું. અવલંબનપણું આવી શકે નહિ. અને તો મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય નહિ. સંસારમાર્ગનો કોઈ રીતે અંત આવે નહિ. આ એક પરિસ્થિતિ સમસ્ત સંસારી જીવો માટે સામાન્ય છે. - અહીં તો “સોભાગભાઈનું ચરિત્ર કથાનુયોગના સ્થાને ગણીએ પણ તમામ સંસારી જીવોને આ એક વિટંબણા છે કે એણે કોનો આધાર લીધો છે. અને જે કાંઈ કિઠિન વાત છે એ આ જગ્યાએ છે કે જીવ પોતાનું આધારસ્થાન બદલી શકતો નથી. એટલી શક્તિ હોવા છતાં યથાસ્થાને એનો પ્રયોગ કરી શકતો નથી. શક્તિ તો છે જીવમાં. સંજ્ઞી પંચેન્દ્રિય જીવમાં શક્તિ નથી એવું નથી પણ એનો પ્રયોગ યથાયોગ્ય પ્રકારે, યથાર્થપણે કરવો જોઈએ એ કરી શકતો નથી, કરતો નથી, ભયવાન છે અને ભયનો ત્યાગ કરવા જેટલો વિશ્વાસ કેળવ્યો નથી, એટલો નિશ્ચય આવતો નથી. ખામી જે કાંઈ છે એ મૂળમાં નિશયની ખામી છે.
અહીંયાં “સોભાગભાઈનું એ બળવાનપણું જોઈને નમસ્કાર કર્યો છે કે આર્થિક પરિસ્થિતિમાં સુધારો ન થવા છતાં એમના પરિણામમાં જે આધાર બદલવાનો ઉત્સાહ