________________
પત્રક–૩૨૨
૧૭૫ કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બને સરખું છે.... એ લાજ રાખવી અને લાજ કાઢવી બને સરખું જ છે, એમાં કાંઈ અમને તો ફેર દેખાતો નથી. એ સામાજિક માનઅપમાનની કલ્પના જે છે એ સામાજિક કલ્પના છોડી દેવી.
કેમકે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું..છે. કારણ કે એ કોઈ તારા હાથની બાજી નથી. કેમકે જેમાં પોતાનું નિરૂપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક્ છે.' જે થાય તે યોગ્ય (થાય છે), જે થવા યોગ્ય હશે તે થાશે. આપણે તો સમતાભાવે વેદવું, સહન કરવું એ જ આપણો ધર્મ છે. એ જ સમ્યફ છે. જે લાગ્યું તે જણાવ્યું છે. આ તમારા સંયોગ વિષે જે લાગ્યું એ અમે તમને જણાવી દીધું.
હવે અહીં પોતાની દશાની વાત કરે છે. “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. જુઓ ! પરિણતિની વાત કરે છે. અહીંયાં એમની પોતાની મોક્ષમાર્ગની જે પરિણતિ ચાલુ છે એનો નિર્દેશ કર્યો છે કે જે નિર્વિકલ્પ નામની સમાધિ અમને વર્તે છે તે તો અમારી સ્વરૂપની નિર્વિકલ્પ પરિણતિ છે. “આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે...' એનો કોઈ વિકલ્પ ઊઠે એવું નથી. આત્મસ્વરૂપને વિષે તો, નિર્વિકલ્પ આત્મસ્વરૂપને વિશે, નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ વિતરાગી પરિણામ, વીતરાગી ચારિત્રના પરિણામ એ સ્થિતિ અમારી જે છે એમાં કાંઈ બીજો વિકલ્પ સંભવિત નથી.
આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અમે તો વીતરાગભાવમાં રહ્યા છીએ. જે અન્યભાવને વિષે પ્રવૃત્તિ છે એ ગૌણપણે ઉપરછલ્લી થઈ જાય છે. મુખ્યપણે ક્યાંય અમે કોઈ વાતમાં પ્રવર્તતા જ નથી. આ પોતાની દશા ચોખ્ખી કરી છે.
મુમુક્ષુ :- “સોભાગભાઈ સિવાય કોઈને આમ નથી લખતા.
પૂજ્ય ભાઈશ્રી :- હા, ચોખ્ખી વાત લખી છે. હજી મુંબઈમાં જ છે. મુંબઈથી બધાને પત્રો લખે છે પણ બીજે અમારી પ્રવૃત્તિ નથી એમ કહે છે.