________________
૧૪૬
રાજહૃદય ભાગ-૫ તો બધાને ચાલે. ઓછા-વત્તાપણાની શારીરિક ફરિયાદ તો બધાને હોય એનો કાંઈ વાંધો નહિ પણ હજી આપણને વાંધો નથી. એમ ભરોસે રહેવા જેવું નથી. તું જે
જાળ લઈને બેઠો છો એ એવી છે કે તારા વિકલ્પ ખૂટતા જ નથી અને ખૂટે એવા પણ નથી. એવી પરિસ્થિતિમાં તું રહેલો છો. જે કાંઈ સંયોગો છે એ મર્યાદિત છે એની કાંઈ કિમત નથી. કેટલા છે, ગમે તેટલા હોય તો પણ એની કોઈ કિમત નથી. અને ઇચ્છા છે, તૃષ્ણા છે એ અનંત છે. એક પછી એક પછી ઈચ્છા ચાલુ જ રહે છે, એ અનંત છે. આવી પરિસ્થિતિમાં આત્મસ્વરૂપનું સ્મરણ સંભવિત નથી. આત્મસ્વરૂપની સંભાળ લઈ શકાતી નથી. એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
પણ...” હવે ગુલાંટ મારવી જોઈએ. મુમુક્ષુએ શું કરવું જોઈએ? જગતના જીવની આ તો સ્થિતિ છે જ. પણ ક્યાં જાળ અલ્પ છે.' જ્યાં પોતે પ્રવૃત્તિને મર્યાદિત કરી નાખી છે અથવા એક નિશ્ચય કરી નાખ્યો છે કે મારા જીવનનું ધ્યેય મારે સ્વરૂપ ગ્રહણ કરવું, સ્વરૂપ પ્રાપ્તિ અને સન્માર્ગે ચડવું. પૂર્ણ શુદ્ધિનો રસ્તો પકડી લેવો, એને જંજાળ અલ્પ થઈ ગઈ. કેમકે એ બધી જ જગ્યાએ એક જ વાતને પકડશે કે મારે કેવી રીતે મારા સ્વરૂપના આશ્રયે જાવું. એની તક ગોતશે, એની જ શોધમાં રહેશે. દરેક જગ્યાએ એની નજર એ કામ કરશે કે ન ચાલતા ભલે ગમે તે કરવું પડે પણ મારે છૂટવું છે એ વાત નક્કી છે. છૂટવું છે... છૂટવું છે. દરેક ઉદયમાં એને છૂટવું છે એ લક્ષ મટે નહિ એને જંજાળ અલ્પ છે. પછી ભલે ગમે તે ઉદયવશ કરવું પડતું હોય અને કરતો હોય તોપણ એને જંજાળ અલ્પ છે. કેમકે એણે મર્યાદા બાંધી લીધી કે આ દિશામાં નથી જાવું, આ દિશામાં જાવું છે. એ પાછો વળ્યો છે.
જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી. એટલે જીવન. જીવન એટલે પરિણમન. અપ્રમત છે...” એટલે જ્યાં પુરુષાર્થ વિનાનો સમય જાતો નથી. ઉદ્યમવંત છે. પોતાના સ્વરૂપને સંભાળવા માટે જે પ્રયત્નવંત છે. અપ્રમત એટલે અહીંયાં છઠ્ઠ ગુણસ્થાન નહિ. જેના પરિણમનમાં પ્રમાદ નથી જાગૃતિ છે અને જે પોતાના પુરુષાર્થ માટે ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્યો કાર્યે જાગૃત થઈને ઉદ્યમવંત છે એવી જેની પરિસ્થિતિ છે. જે જગતથી પાછો વળ્યો છે, જગતના રસ્તેથી પાછો વળ્યો છે એની જાળ અલ્પ છે. જે પોતાના ચાલતા વર્તમાનમાં પુરુષાર્થત છે, ઉદ્યમવંત છે, પ્રયત્નવંત છે તે અપ્રમત્ત છે.