________________
૧૫૮
જહૃદય ભાગ-૫ છે કે મારા પરિણામ અત્યારે કોઈ અસ્થિરતાને ભજે છે. મૂળ સ્વરૂપને ચૂકતા નથી. પણ છતાં અસ્થિરતાને ભજે છે તો એ વખતે એટલી અસ્થિરતાને મટાડવા એ ગુરુનો ઉપદેશ, એ ગુરુનું સાંત્વન, એ ગુરુના વચનો એને સ્થિરતામાં લઈ આવે છે.
મુમુક્ષુ :- નિજગુરુ એટલે પોતાનો આત્મા.
પૂજ્ય ભાઈશ્રી – નિજ ગુરુ એટલે પોતાના ગુરુ. અષ્ટાવક્ર કરીને હતા). જેને રામાયણનો ખ્યાલ છે અને એના પાત્રનો ખ્યાલ હોય છે. આઠ અંગ જેમના વાંકા હતા. આ રામાયણમાં તો નથી વાંચ્યું પણ હિન્દુ રામાયણમાં એ વાત આવે છે કે અષ્ટાવક્ર પહેલાંવહેલા જનકરાજાની સભામાં આવે છે. જનકરાજા જ્ઞાની હતા એટલે એની સભામાં વિદ્વાનો બેસતા. રાજના અધિકારીઓ સિવાય વિદ્વાનો પણ એની સભામાં ઉપસ્થિત રહેતા. એ જ્યારે આવે છે ત્યારે વિદ્વાનો હસે છે. ત્યાગીના રૂપમાં આવે છે, વિદ્વાનો હસી પડે છે. ત્યારે સંબોધન કરે છે, અરે...! રાજા ! આ તારી સભામાં ઢેઢ, ભંગી, ચમારને તું ક્યાં બેસાડે છે ? જેની નજર હાડકા, ચામડા ઉપર જાય છે, દેહ ઉપર જાય છે. એ હાડકા, ચામડાનો વ્યવસાય તો ચમાર, ઢેઢ-ભંગીનો છે. એને તે સભામાં ક્યાં બેસાડ્યા? એમ કરીને ટોણો મારે છે એટલે સભા શાંત થઈ જાય છે. તમે જ્ઞાનને જુઓ, તત્ત્વને જુઓ, શરીરને શું જુઓ છો? એવો એક પ્રસંગ આવે છે.
એ જ્ઞાની હતા અને મહાત્માના અવલંબનની એવા કપરા સમયમાં મહાત્મા તરફથી જે કાંઈ બોધ મળે છે તેને કારણે) એકદમ સ્વરૂપ સ્થિરતામાં આવી જાય છે અને અસ્થિરતા ચાલી જાય છે અને વિભાવમાં આગળ વધતા બંધ થઈ જાય છે. એ વાત સત્સંગનો આધાર લેવા માટે એમણે સંકેત કર્યો છે. બહુ ગૂઢતાથી મુમુક્ષુને કેળવણી આપે છે. કથાનુયોગથી એને મૂળ વાત ઉપર લઈ આવે છે. અહીં સુધી રાખીએ.