________________
૧૬૪.
ચજહૃદય ભાગ-૫ એટલે રૂબરૂમાં સમજવા યોગ્ય છે. રૂબરૂમાં આપણે એની ચર્ચા કરીશું એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી.' આવા કોઈ પ્રશ્નો એમણે ઉઠાવ્યા હશે. એમની સંગને હિસાબે અમુક પ્રકારે શ્રદ્ધા હતી. “શ્રીમદ્જીનો સમાગમ થયા પછી એ વિચારમાં આવી ગયા છે કે વાતમાં કાંઈક ફેર છે. એટલે પોતે પ્રશ્ન પૂછ્યા છે. તો કહે છે, સમાગમમાં આપને કહીશું. પત્રમાં આ લખતા નથી.
પ્રશ્ન :- કોના ઉપરનો પત્ર છે ?
સમાધાન - “સોભાગભાઈ ઉપરનો છે. “સોભાગભાઈને પેલા જે “ગોસળિયા હતા એ થોડા વેદાંત બાજુ ઢળેલા હતા. અને એમના સંગથી એમને પણ “ગોસળિયા’ ઉપર કેટલોક વિશ્વાસ હતો. ભલે શ્રદ્ધા ચોખ્ખી વેદાંતની ન હોય, પણ કરવું, કરાવવું અને અનુમોદવું એમાં મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે, ગૃહીત મિથ્યાત્વનો સ્પર્શ થઈ જાય છે અને એ પરિણામને છોડવા કઠિન પડે છે, મુશ્કેલ પડે છે. એવા એ પરિણામ છે.
પ્રશ્ન :- દરેક બાબતમાં કરવું, કરાવવું અને અનુમોદવું પોતાને તપાસવું?
સમાધાન :- હા, કરવું, કરાવવું અને અનુમોદવું એમાં ક્યાંય પણ જરા પણ કોઈપણ કારણથી ગૃહીત મિથ્યાત્વનો પક્ષ થાય એવું થોડું પણ ન થાય એની કાળજી, રાખવી જોઈએ. ચોક્કસ જાગૃતિ હોવી જોઈએ.
હવે એટલું કહ્યા પછી એક વાતનો મેટલ માર્યો છે કે “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. આ બરાબર યોગ્યતા જોઈને અને અવસર જોઈને વાત મૂકી દીધી છે. પેલી બાજુથી હલી ગયા છે. જે “ગોસળિયાના. સંગથી એમને જે ગૃહીત મિથ્યાત્વના અમુક પ્રકારમાં ઢળવું હતું, વળવું હતું, અભિપ્રાયમાં થોડી ગડબડ હતી એમાં હલી ગયા છે.
શ્રીમદ્જીનો સંગ થયો છે તો કહે છે, સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખજો. સમ્યક પ્રકારે એટલે આત્મહિતના કારણથી. એકમાત્ર આત્મહિતના હેતુથી જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખજો કે એ જે કહે તે પરમસત્ય છે. એવો અખંડ વિશ્વાસ રાખજો. જીવ ભૂલ શું કરે છે કે જ્ઞાનીના વચનમાં પણ શંકા કરે છે કે જ્ઞાની ભલે આમ કહે પણ આપણને તો ચોખ્ખું લાગે છે કે આના કારણથી આમ થયું અને આના કારણથી આમ થયું.
અહીંયાં ભલે જ્ઞાની એમ કહે કે બે દ્રવ્યમાં પરસ્પર કાર્ય-કારણ સંબંધ નથી.