________________
પત્રાંક ૩૨૨
૧૬૩
વિષે ન હોવા યોગ્ય (હોય) એવી વાત પણ કરીશું. એ કોઈ વાત લૌકિકદૃષ્ટિએ તમે નહિ ખતવતા. અથવા લૌકિકટષ્ટિએ કોઈ તમે અમારી પાસેથી એવી અપેક્ષા પણ નહિ રાખતા કે અમે તમને લોક સંબંધે, લૌકિકમાં જેમ એકબીજાને મદદ કરે છે, એકબીજાને સહાય કરે છે એવું કોઈ લૌકિક વ્યવહારથી આપણો સંબંધ વધારે દૃઢ થાય એવી અપેક્ષા પણ તમે નહિ રાખતા અથવા અમારે તમારે બંનેને પરસ્પર નહિ રાખવી જોઈએ.
લૌકિકમાં એમ છે કે જો કોઈ પોતાની સાથે અસરળતા કરે તો આડે લાકડે આડો વે૨–પોતે પણ એની સાથે અસરળતા જ કરે, સીધો ન ચાલે. અલૌકિક માર્ગમાં એવું નથી. અલૌકિક માર્ગમાં તો અસ૨ળતા કરે તેની સામે પણ સરળતા કરે. ક્રોધ કરે તેની સામે પણ ક્ષમા કરે. ક્રોધની સામે ક્રોધ કરે એ લૌકિક માર્ગમાં જાય છે, અલૌકિકમાર્ગમાં નથી જતું. એમ અનેક પ્રકારે લૌકિક વ્યવહારનો વિષય અને અલૌકિક વ્યવહારના વિષયની વચ્ચે ઘણું મોટું અંતર હોય છે.
હવે થોડો વેદાંત અને જૈનદર્શનના વિષય ઉપર સરખામણીથી પ્રકાશ પાડવો છે. આત્મા એક છે કે અનેક છે...' વેદાંત એમ કહે છે કે આખા જગતમાં એક જ પરમબ્રહ્મ છે, બીજો કોઈ પદાર્થ જ નથી. જૈનદર્શન એમ કહે છે કે આત્મા સંખ્યાએ કરીને અનંત છે. એકથી વધારે છે, અનેક છે તો અનેકમાં બેથી માંડીને અનંત સુધી બધા અનેકમાં સમાય છે. એક નહિ એ બધું અનેક. તો આત્મા એક છે કે અનેક છે, કર્યાં છે કે અકર્તા છે,...' સાંખ્ય એમ કહે છે કે આત્મા સર્વથા અકર્તા છે. જૈનદર્શન એમ કહે છે કે સ્વભાવે કરીને સ્વભાવ પરિણામનો કર્તા છે અને વિભાવે કરીને વિભાવ પરિણામનો કર્તા છે. અને સામાન્ય ધ્રુવની અપેક્ષાએ આત્મા અકર્તા પણ છે. અથવા સ્વ પરિણામનો કર્તા છે અને પર પરિણામનો અકર્તા છે. એવી અનેક વિવિક્ષાઓ સ્યાદ્વાથી જૈનશાસ્ત્રમાં નિરૂપણ કરેલી છે.
આત્મા કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે,... કોઈએ ગત બનાવ્યું, રચ્યું, સૃષ્ટિ કરી કે અનાદિથી છે ? ભિન્ન ભિન્ન અભિપ્રાય છે. જૈનનો અભિપ્રાય એમ છે કે ગત સ્વતઃ અનાદિથી છે. ઈશ્વર કર્તાવાળા એમ માને છે કે ઈશ્વરની એ રચના છે. એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે,..' એ બધા જે પ્રકાર છે ભિન્ન ભિન્ન પ્રકારના અભિપ્રાયો છે, એ રૂબરૂમાં સત્સંગે