________________
પત્રાંક-૩૨૨
૧૭૧ સાધુઓને લોકદષ્ટિને કારણે માણસ નથી છોડી શકતો. આપણા સમાજમાં વળી આપણા માટે કાંઈ વાતો થાય એના કરતાં આપણે ક્યાંય જાવું નહિ. સંપ્રદાયનું સાચવી રાખવું, અંદરથી આપણે બધું વાંચવું, વિચારવું બધું કરવું પણ ક્યાંય જાવું નહિ.
મુમુક્ષ – દીકરા-દીકરી વરાવવા બહુ મુશ્કેલ છે. પૂજ્ય ભાઈશ્રી :- હશે, એમાં એવું છે કે એ એના નસીબ લઈને આવ્યા છે. જીવ પોતે એવું માની બેસે છે કે મારું કર્યું થાય છે, હું કરું એમ થાય છે. પણ એ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે. દીકરા-દીકરી સૌ પોતાના પૂર્વકર્મ લઈને આવેલા છે. એટલે એમાં એ પોતાની ખોટી કલ્પના છે. આત્મહિતને રોકીને એવા સાંસારિક કાર્યોમાં રોકાવું એ આત્માર્થીઓને માટે તો યોગ્ય નથી જ, કે આત્મહિતને રોકી પાડે એવા માટે આત્માનું હિત ભલે રોકાઈ જાય. કોઈ દીકરા કે દીકરી તને પરિભ્રમણથી છોડાવવા નહિ આવે, દુઃખથી છોડાવવા નહિ આવે. એ તો નક્કી કરવું પડશે ને.
મુમુક્ષુ - ૪૫ વર્ષ પહેલાં દીકરીઓને મારવામાં આવતી હતી. પૂજ્ય ભાઈશ્રી - ત્યાંથી માંડીને જેની શ્રદ્ધામાં ફેર હોય અને જે ઉપદેશકના સ્થાને વર્તતા હોય એવા કોઈ સાધુઓ, વિદ્વાનો એ બધાનો આમાં નંબર આવી જાય છે. ક્યાંય પણ સંગ કરવા જતા વિચાર કરવાનો. ફેર પડ્યો, ફેર દેખાય એટલે સંગ ન થાય. નહિતર શું થાય છે કે જીવને એ અસત્સંગ નથી છૂટતો ત્યાં સુધી એને ગૃહીત મિથ્યાત્વનો ત્યાગ નથી થતો, મિથ્યાત્વ મોળું (ન) પડે, દઢ થઈ જાય.
અસત્સંગનો વિષય છે એ જરા વધારે સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે. અને ત્રણે કારણ એક એવા કારણ છે કે જીવે અત્યાર સુધી નથી છોડ્યા એવા કારણો છે. આ ત્રણે કારણને અત્યાર સુધી જીવે ત્યાગ નથી કર્યો એવા આ કારણો છે. એટલે જ્યારે સત્પષના વચનમાં એ વાત આવી છે તો એનો તલસ્પર્શી વિચાર કરીને એ કારણનો ત્યાગ કરી દેવો.
સમ્યફ પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.' એને જે વિશ્વાસ આવ્યો છે એ નિશ્ચયથી એનું મુક્તપણું છે. “સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, હવે એમના વ્યક્તિગત સંયોગોની થોડીક ચર્ચા કરે છે કે સંસારસંબંધી એટલે આર્થિક જે જે પ્રકારની ચિંતા છે તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે...” તમે અમને જણાવો છો પણ અમે કાંઈ અજાણ્યા નથી. અમને એ વાતની