________________
૧૦૦
રાજહૃદય ભાગ-૫
પ્રશ્ન :- ‘કુંદકુંદાચાર્ય’ના વચનમાં એ અનુભવથી પ્રમાણ કર તો ત્યાં અનુભવ એટલે સમ્યજ્ઞાન લેવું કે અનુભવ એટલે યથાર્થ સમજણ લેવી ?
સમાધાન :- સ્વાનુભવ. સ્વાનુભવ લેવો. કેમકે પોતે એકત્વ વિભક્ત આત્માને દર્શાવવા માગે છે. એમનું વચન એમ પડ્યું છે કે હું એકત્વ વિભક્ત આત્માને મારા નિજ વૈભવથી, મારા અનુભવના નિજ વૈભવથી દર્શાવીશ. તું પણ અનુભવથી પ્રમાણ કરજે. એમનેમ હા પાડીશ નહિ. એટલે તું એકત્વ વિભક્ત આત્માનો અનુભવ કરજે અને અનુભવ કરીને એમ નક્કી કરજે કે આપ કહો છો એ બરાબર છે. નહિતર તારી હા પાડેલી (વાત) ઓઘસંજ્ઞાએ તેં સંમત કર્યું છે એ તને કામમાં નહિ આવે.
‘શ્રીમદ્દ’ તો બહુ સ્પષ્ટ કહે છે. આપણે ૪૪૯ વાંચ્યું ને ? ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા અને અસત્સંગ એ ત્રણ મિથ્યાત્વનો ત્યાગ થવા દેતા નથી. ૪૪૯ માં (વાંચ્યું). પત્ર ૪૪૯, ૩૭૨ પાને. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે.' કલ્પના કહો કે ગૃહીત મિથ્યાત્વ કહો. ગૃહીત મિથ્યાત્વ સહિત જે વિચારજ્ઞાન છે એમાં આત્માને વિષે કલ્પના થઈ જાય છે. જેવું આત્મસ્વરૂપ છે તેવું આત્મસ્વરૂપ સમજાતું નથી. તો એમાં લોકસંશા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ આ ત્રણ કારણો છે.
એ કારણોમાં ઉદાસીન થયા વિના....' એટલે એ કારણોથી ખસી ગયા વિના નિઃસત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.' અસર કરતાં જ નથી. જ્ઞાનીપુરુષના વચનો મળે તો Fail જાય છે. એનું કારણ કે એણે ખોટો સંગ કર્યો છે, કાં ઓઘસંશા છોડતો નથી કાં લોકોની નજરથી લોકસંજ્ઞાની તીવ્રતા પડી છે. આ ત્રણ કારણો એને મિથ્યાત્વનો ત્યાગ નહિ કરવા દે.
મુમુક્ષુ :- આવું ઊંડાણથી માર્ગદર્શન ક્યાંય નથી આવ્યું.
પૂજ્ય ભાઈશ્રી :– હા, બહુ જબરદસ્ત વાત કરી છે ! ખાસ કરીને સંપ્રદાયના