________________
પત્રાંક-૩૨૨
૧૬૯ મુમુક્ષુ – અનુભવથી પ્રમાણ કરવું. પૂજ્ય ભાઈશ્રી :- બસ ! એનો અર્થ આવી ગયો. અનુભવથી પ્રમાણ કર્યું એમ સમયસારમાં કુંદકુંદાચાર્યદેવે કહ્યું, એનો અર્થ જ કે તું અનુભવ સુધી પહોંચીને હા પાડજે.
મુમુક્ષુ :- પોતાને કાંઈ અનુભવની પદ્ધતિ ન હોય....
પૂજ્ય ભાઈશ્રી :- અનુભવની પદ્ધતિ ન હોય તો અનુભવની પદ્ધતિ શીખે, સમજે. છોકરો ભણીને કોલેજમાંથી બહાર નીકળી ગયો. વિદ્યાર્થીજીવન એનું પૂરું થયું. હવે એ એમ પ્રશ્ન કરશે કે મેં આખી જિંદગીમાં વેપાર, ધંધો, કારખાનું કાંઈ કર્યું જ નથી. પૈસા કમાવા છે એ વાત સાચી પણ એ તો કાંઈ મને શીખવાડ્યું નથી. નિશાળમાં, કોલેજમાં વેપાર કરતા નથી શીખડાવ્યું, ધંધો કરતા નથી શીખડાવ્યું. તો શું કરવું ? એમ કરીને અટકી જાય છે ?
શ્રીમંત માણસનો દીકરો હોય તો એને એમ કહે કે, જો ભાઈ તું અનુભવ લેવા માટે લાણી જગ્યાએ નોકરીએ જા, નોકરી કરી લે અને અનુભવ લઈ લે. પગાર ઓછો આપે તો વાંધો નહિ અને ન આપે તો વાંધો નહિ. પણ તું અનુભવ કરતા શીખ. આ ધંધો અનુભવનો વિષય છે. તે અનુભવ લેવા માટે મફત કામ કર. આ Stifen આપે છે કે નહિ ? એ પણ નથી જોઈતું. કાંઈ નથી જોઈતું. પણ એમને અનુભવ લેવા દ્યો તમારે ત્યાં. એવી રીતે પણ માણસો અનુભવ લેવા જાય છે.
મુમુક્ષુ - હીરાવાળાને ત્યાં સામેથી પૈસા દેવા પડે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, દયે. બધું થાય. જેની જેવી Demand & Supply ઉપર ભાવ છે બધા. એટલે એવું કાંઈ નથી. માણસને અનુભવ નથી તો અનુભવ કરતા શીખવું જોઈએ. પણ અનુભવ કરીને અનુભવથી હા પાડજે એમ કહ્યું છે એટલે એ રીતે જ હા પાડવાની છે, બીજી રીતે હા પાડવાની નથી. અનુભવથી પ્રમાણ કરજે તો અનુભવ કરીને જ પ્રમાણ કરવું પડશે. એમ ને એમ હા પાડવાનો અર્થ નથી કાંઈ. જો કે ત્યાં તો કુંદકુંદાચાર્યો સંકેત મૂકી દીધો કે ભાઈ ! આ અનુભવ પ્રધાન માર્ગ છે અને પહેલેથી તે અનુભવ પદ્ધતિએ જ આ વાત સમજવાનો પ્રયત્ન કરજે. માત્ર વિચાર પદ્ધતિથી સમજીને સંતોષ નહિ પકડતો. આ Line અનુભવની છે, માર્ગ અનુભવનો છે અને અનુભવ પદ્ધતિએ જ તું એમાંથી બધી વાત સમજજે.