________________
૧૬૭
પત્રાંક-૩૨૨ જશો. “સોભાગભાઈને ૨૫ માં વર્ષે આશીર્વાદ દઈ દીધા છે. “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.' થઈ ગઈ મુક્તિ તમારી, એવી વાત કરી છે. એના વિશ્વાસને પુષ્ટિ આપી છે. “સોભાગભાઈને વિશ્વાસ ઉત્પન થયો છે કે આ જ સપુરુષ છે. એમના વિશ્વાસને પોષણ આપ્યું છે, અનુમોદન આપ્યું છે. આનું ફળ મુક્તપણું છે. તમારી મુક્તિ નિશ્ચિત છે, નક્કી તમે મુક્ત થઈ જશો.
મુમુક્ષુ :- -
પૂજ્ય ભાઈશ્રી :- હા, શું છે કે એ લીધું કે, જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવો. તો જ્ઞાનીને વિષે એટલે તેના વચનને વિષે, એ જે કાંઈ કહે છે એના વિષે. ત્યારે એમાં અનેક પ્રકાર બને છે. કોઈ જીવ કેટલુંક માને છે, કેટલુંક નથી માનતા કે આ વાત તો ઘણી સરસ છે પણ પેલી વાત આપણને બરાબર નથી લાગતી. તો એને અખંડ વિશ્વાસ નથી, ખંડ પાડ્યો. એને જ્ઞાની ઉપર ખરેખર વિશ્વાસ નથી. અડધો છે એટલા ટકા એના જમે રાખવા એ વાત એમાં નથી આવતી. એનું બધું બાદ કરવું પડે છે. તો કહે છે કે ઓથે ઓથે માનવું કે ભાઈ ! સપુરુષમાં વિશ્વાસ રાખવાની આજ્ઞા છે માટે જ્ઞાની છે માટે આપણે વિશ્વાસ રાખવો. એમ પણ નહિ.
જો પોતાની બુદ્ધિ કોઈ વાતને વિષે નિષેધ કરતી હોય, સંમત ન થતી હોય તો એને પહેલેથી એ અભિપ્રાય વિચારી રાખવો જોઈએ કે ક્યાંક મારી ભૂલ થતી હશે. પોતાની ભૂલ શોધી અને ભૂલને મટાડે. વળી કેટલીક વાતો એવી હોય છે કે જે પરસ્પર વિરુદ્ધ હોય છે એવું જ્ઞાનીના વચનમાં દેખાય છે. ત્યાં કેવી રીતે માનશે? કે પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, પરસ્પર અવિરુદ્ધતા એની અંદર કેવી રીતે છે એ વાત સમજીને ગ્રહણ કરવી જોઈએ. બન્ને વાત માની લીધી છે. અમને તો બધું સંમત છે ને એટલે અમે બધું માની લીધું છે.
આગળ એક વચન) આવી ગયું. ઘણા વચનો જે આવ્યા ને એમાં વીસ વર્ષ આસપાસ વચનના થોકડા આવી ગયા. એમાં એક વાત એમણે લખી છે કે, “અમારી વાત ધાકડે ધાકડ તું માનવા તૈયાર છો ? ધાકડે ધાકડ એટલું જેટલું કહીએ એટલું બધું તને સંમત છે ? તો તું ઊભો રહેજે. નહિતર તું ખસી જઈશ. હવે એમાં શું પરિસ્થિતિ તકલીફવાળી છે કે કેટલીક વાત તો પરસ્પર વિરુદ્ધ છે અથવા વસ્તુમાં જ વિરુદ્ધ ધર્મો છે. વસ્તુ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એક પણ છે અને