________________
પત્રાંક-૩૨૨
૧૬૫ કેમકે સ્વતંત્ર રીતે પોતાના ગુણધર્મોથી પરિણમે છે. મેળ ખાતા નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ગણવામાં આવે છે પણ આપણને તો સ્પષ્ટ લાગે છે કે આના કારણે જ આમ થયું. આમ લાભ થાય અને આમ નુકસાન થાય. એટલે સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવો એમ. વિશ્વાસની સામે અખંડ વિશ્વાસ રાખો. જે કહે છે તે પરમ સત્ય છે. મારી બુદ્ધિમાં, મારી બુદ્ધિ કદાચ કોઈ વચનને વિષે, કોઈ વાતને વિષે સંમત ન થતી હોય તો હું ક્યાં ભૂલું છું એ મારે વિચારવું જ રહેશે. એ માટે વિચારવું જોઈએ, એ મારે તપાસવું જોઈએ અને એ તપાસ કરીને મારી ભૂલ શોધીને, મારી ભૂલ મારે મટાડવી જોઈએ. આવો અભિપ્રાય અને વિચારણા મુમુક્ષુજીવની હોવી ઘટે છે. નહિતર જ્ઞાનીની પણ બે વાત એવી આવે કે પરસ્પર વિરુદ્ધ દેખાતી હોય.
હવે કોઈ એમ કહે કે અમે તો જ્ઞાનીની બધી વાત આંખ મીંચીને માની લીધી છે. તો એને પણ એમ કહે છે કે ઊભો રહે. આ બે પરસ્પર વિરુદ્ધ વાત કેવી રીતે માની છે ? જો એ કહે છે એ વાતનો અભિપ્રાય નથી સમજાણો તો તે માન્યું છે એ વાત બરાબર નથી અને બુદ્ધિમાં અભિપ્રાય સમજાતા વિરોધ ઊભો રહે છે અને છતાં માન્યું છે એમ કહે છો, કેમકે સત્યરુષ છે માટે માની લેવું જોઈએ, તો પણ બરાબર નથી. એમાં પ્રમાણિક્તા નથી, તારી બુદ્ધિ ના પાડે છે.
એટલે યથાર્થ સમજણ કરીને, પોતાને નકાર આવતો હોય તો એ ભૂલને શોધીને સમજણથી, સમજણપૂર્વક સંમત થવું એવી જ્ઞાનીની આજ્ઞા છે. અને એ સમજણ કરવા માટે જ્ઞાનીના વચનની ગમે તેટલી પરીક્ષા કરવાની છૂટ છે. એને જ્ઞાનીઓ હંમેશા આવકારે છે કે તે સમજવા માટે ગમે તેટલી વાર પૂછ અમને એનું દુઃખ નહિ લાગે. કેમકે તારો હેતુ સમજણને સ્પષ્ટ કરવાનો છે. આસ્તિક્ય બુદ્ધિથી પૂછે છે.
મુમુક્ષુ :- ૧૪૪ કળશમાં લીધું છે, જ્ઞાની ચિંતામણિ દેવ છે. પૂજ્ય ભાઈશ્રી :- “સમયસાર' માં છે, એ તો ચિંતામણિ દેવ જ છે. એવું જ છે.
મુમુક્ષુ :- આચાર્ય ભગવાનનું કથન છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા, છે જ ને ! “અમૃતચંદ્રાચાર્યનું કથન છે. એમ જ છે. એ તો “રત્નકરંડ શ્રાવકાચારમાં સમંતભદ્રાચાર્ય દેવ કહ્યાં છે. ૨૮મી ગાથામાં. મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ, આ સાતેને દબાવી, ઉપશમાવી છે. ઉપશમ એટલે એક ન્યાયે અભાવ કર્યો છે. ઉદયમાં ન આવવા દેવો.