________________
૧૭૨
રાજહૃદય ભાગરૂપ
ખબર છે. અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ.' એ ચિંતાના વિકલ્પ તમને રહે છે અને એ વિષે અમુક વિકલ્પ રહે છે એટલે અમારા પ્રત્યે પણ કોઈ તમને અપેક્ષાનો વિકલ્પ રહે છે એ પણ અમે જાણીએ છીએ.
તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ;...' જુઓ ! સોભાગભાઈ”ની આખી યોગ્યતા એક પેરેગ્રાફમાં ચીતરી છે કે, તમને પરમાર્થ ચિંતા અને સત્સંગનો વિયોગ રહે છે એનું પણ તમને દુઃખ છે એ પણ જાણીએ છીએ, આર્થિક દુઃખ છે એ પણ જાણીએ છીએ, આર્થિક દુઃખ અમારાથી મટાડવાનો તમને વિકલ્પ રહે છે એ પણ અમે જાણીએ છીએ. બધી યોગ્યતાની ખબર છે.
બેય પ્રકારનો વિકલ્પ હોવાથી...' આ બંને પ્રકારની પ્રતિકૂળતા હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી.... તમારી દશામાં આકુળતા વ્યાકુળતા ઘણી થાય છે અને સ્વભાવિકપણે એમ જ થાય એ પણ અમને કાંઈ આશ્ચર્ય લાગતું નથી કે એમ જ થાય તમને. આકુળતા જ વધે બીજું શું થાય ? અથવા અસંભવરૂપ લાગતું નથી.' એ સંભવિત વાત છે કે તમને આકુળતા થઈ આવે.
હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે.' આ જગ્યાએ અમે હવે ચોખ્ખી વાત લખી નાખીએ છીએ. અત્યાર સુધી ગોળ ગોળ થોડી વાતો લખી છે પણ હવે અમારા મનમાં જે કાંઈ જે કહેવા જેવી વાત છે એ ચોખ્ખી તમને લખી નાખીએ છીએ.
સંસારસંબંધી તમને જે ચિંતા છે,...' હવે પહેલી વાત એ લે છે કે સંસાર સંબંધી તમને જે ચિંતા છે તે જેમ ઉદયમાં આવે તેમ વેઠવી.' આ પોતે સીધી આશા કરી છે. સાંસારિક પ્રસંગો જે પ્રકારે ઉદયમાં આવે એ ઉદય તમારે વેદવો, સહન કરવો. એમાં સહનશીલતા કેળવવી એને વેદન કરવું. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિ કરતા બાધ ન આવે.’ કહે છે ? કે જ્ઞાનીપુરુષ પણ એની એ ચિંતા ટાળવાની પ્રવૃત્તિ કરવા જાય તો એને પણ બાધ આવે એવું છે. કેમકે એને સહન કરવું નથી. કુદરતી જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને સહન કરવી નથી. એને તો મટાડવું છે. મુમુક્ષુ :– સંયોગ ફેરવવો છે.