________________
૧૬૬
રાજહૃદય ભાગ-૫ ઉદયનો અભાવ કરી નાખ્યો. તકલીફ તો ઉદયમાં આવે ત્યારે જોડાય છે ત્યારે થાય છે. ઉદયનો અભાવ કર્યો. જેમ ક્ષય કરે છે ત્યારે ઉદયનો અભાવ થાય છે, એમ ઉપશમ કરે છે ત્યારે પણ ઉદયનો અભાવ થાય છે. એ કાળનો જે સમ્યગ્દષ્ટિ આત્માનો પુરુષાર્થ છે એ ત્રણે કાળે વંદનીય છે..
મુમુક્ષુ - સમુદ્રની ભરતીને રોકી છે.
પૂજ્ય ભાઈશ્રી :- આખા સૈન્યને, અનંત કર્મોના સૈન્યના રાજાને હરાવ્યો છે એણે, એના ઉપર વિજય મેળવ્યો છે એને જિન કહ્યા છે. કરણાનયોગમાં નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમ્મદસારમાં એને જિન કહે છે. ચર્ચા કરે છે કે અમે એને જિન કહીએ છીએ. શું કરવા જિન કહીએ છીએ ? કે જિનત્વ પ્રાપ્ત કર્યું છે માટે એને અમે જિન કહીએ છીએ. એ પોતે ને પોતે પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપ્યો છે. એનું કારણ એ છે. .
મુમુક્ષ :- ખોજ કરવાની વૃત્તિ જ નથી ચાલતી, એ ભૂમિકા જ ઉત્પન નથી થતી. - પૂજ્ય ભાઈશ્રી - એટલે તો ઓઘસંશા રહે છે. ઓઘસંજ્ઞા રહેવાનું કારણ એ છે કે સત્યની શોધ કરવાની વૃત્તિ કુંઠિત થઈ જાય છે અથવા બંધ થઈ જાય છે. એટલે ઓઘસંજ્ઞા રહે છે. એનો બીજો સીધો અર્થ એ થાય છે કે આ જીવ શોધ કરતો નથી કેમકે એને શોધ કરવાની જરૂર લાગતી નથી. જરૂરત લાગે તો દુનિયાના પડમાં જાય છે કે નહિ ? પાતાળમાંથી પેટ્રોલ ક્યારે શોધ્યું ? જરૂર પડે તો પાતાળ સુધી ગયો કે નથી ગયો ? આનું ૨૦૦૦ ફૂટ સુધી ડ્રિલિંગ કરો. જરૂર પડે તો ગમે ત્યાં જાય છે. ખોજ નથી કરતો, સત્યની શોધ નથી કરતો એનો અર્થ એ કે એને જરૂર નથી. જરૂર નથી એટલે દરકાર આવે નહિ. જરૂરિયાત વગર દરકાર ઊભી થાય નહિ. દરકાર નથી તો ઉપેક્ષા છે. તો ઓઘસંજ્ઞાએ તો અનાદિથી માનેલો ધર્મ કરે છે. જેવી જેની માન્યતા. પોતાની માન્યતા અનુસાર સૌ ધર્મ કરતા હોવાનું માને છે. ધર્મ ધર્મ કરતા સૌ ફિરે ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર' એવું છે.
(અહીંયાં) કહે છે “સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે.' એમ કહીને એમ કહ્યું કે તમને અમારા ઉપર જેટલો વિશ્વાસ છે એ વિશ્વાસની દઢતા જોઈને અમને પ્રસન્નતા આવી છે. નક્કી તમે એ ફળમાં મુક્ત થઈ