________________
૧૬ ૨
ચજહૃદય ભાગ-૫
તા. ૨૫-૧૧-૧૯૮૯, પ્રવચન ન. ૯૦
પત્રાંક - ૩૨૨
પત્રાંક-૩૨૨, પાનું ૩૧૪. “સોભાગભાઈ ઉપરનો વિસ્તારથી પત્ર છે. પત્રનું મથાળું છે. લૌકિકષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદષ્ટિએ કોણ પ્રવર્તશે ?' બંને વચ્ચે આત્મીયતા થઈ છે તોપણ એ આત્મીયતાનું કારણ લોકોત્તર આત્મહિત કરવું એટલું છે. જગતમાં જે રીતે સંબંધ હોય છે, પરસ્પર રાગ હોય છે અને રાગને લઈને રાણયુક્ત જે તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે એવો આપણા વચ્ચેનો પ્રકાર નથી, એમ કહેવું છે. અથવા જે લોક વ્યવહાર છે એની મુખ્યતા, લોકસંજ્ઞાની મુખ્યતા એ આપણી પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ. લોકોત્તર હેતુએ આપણે મળવું, પ્રસંગ રાખવો, સંગ રાખવો અને આત્મહિત થાય તે માર્ગે ચાલ્યા જવું. નહિતર અનેક પ્રકારનું અનિષ્ટ એમાંથી ઉત્પન્ન થાય છે.
આપસમાં જે ક્લેશ થાય છે, પક્ષાપક્ષી થાય છે, દોષ હોવા છતાં દોષનું સંરક્ષણ કરવામાં આવે છે, દોષનું પાલન કરવામાં આવે છે, પોષવામાં આવે છે, એ બધા પ્રકાર લૌકિકદષ્ટિમાં જાય છે. અલૌકિકદષ્ટિએ તો જેમ આત્મીયતા વધારે તેમ એકબીજાના દોષનું નિવારણ કરવાની નજર સૂક્ષ્મ થઈ જાય છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ રળવાનો પ્રયાસ થાય છે.
ૌકિક દષ્ટિએ કોઈના દોષ કહેવામાં આવે તો એને દુઃખ લાગે છે કે મારું વાંકું બોલે છે, મને ખરાબ ચીતરે છે, મારા વિષે આમ કહે છે. અલૌકિકદષ્ટિએ ઊલટો ફેર છે. જો કોઈ પોતાના દોષ કહે તો એને ઉપકારી માને છે કે આ મારો ઉપકારી છે. મને સાવધાન કરે છે, મને ચેતાવે છે. મારા દોષ મને મારી નજરમાં ન આવતા સારું થયું એની નજરમાં આવ્યા. એમ લૌકિકદષ્ટિ અને અલૌકિષ્ટિ વચ્ચે બહુ મોટો આંતરો છે, ઉત્તર-દક્ષિણનો ફેર છે.
અહીંયાં એમ કહે છે કે કેટલીક અમે એવી પણ વાત કરીશું કે જે તમારા પરિણામને