________________
પત્રાંક–૩૨૧
૧૫૭
માટે એમને કોઈ વિકટતા નહોતી લાગતી. ભિન્ન રહેવું, નિર્લેપ રહેવું તે એમને બહુ સાધારણ વાત થઈ પડેલી.
તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદ્મસ અવસ્થા છે એવા નિજગુરુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું, કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે.' પોતે બહુ સુંદર અર્થ કાઢ્યો છે. એમ કહ્યું છે કે જ્ઞાની હોય તોપણ ક્યારેક થોડાક અસ્થિર થઈ જાય. જેમ કોઈ સમુદ્રની અંદર તોફાન ઊભું થાય અને નાવનો તો તરવાનો સ્વભાવ છે, ગમે તેટલું સમુદ્રનું પાણી નીચે ઊંડું હોય, નાવને કોઈ જરૂર નથી કે છીછરું પાણી છે કે ઊંડું પાણી છે એ તો એકસરખી સપાટી ઉપર તરે છે. પણ ક્યારેક જ્યારે તોફાન થાય છે ત્યારે એ પણ હાલકડોલક થાય છે. એમ કોઈ એવા પ્રસંગને વિષે પરિણામ થોડા અસ્થિર થાય ત્યારે જેને કોઈ મહાપુરુષ અથવા મહાત્માનો સમાગમ હોય ત્યારે એની અંદર એ પોતે વધારે સત્સંગને કારણે પોતાના પરિણામની સ્થિતિસ્થાપકતામાં સહેલાઈથી આવી શકે છે. એમ કરીને એમ કહ્યું કે જ્ઞાનીને પણ આવી પરિસ્થિતિમાં સત્સંગ ઉપકારી થઈ પડે છે. એટલા માટે જ્ઞાની પણ સત્સંગી ઇચ્છે છે તો મુમુક્ષુએ તો વિચાર કરી લેવા જેવું છે. એમ કરીને સંકેત કર્યો છે એ વાત ઉપર.
ફરીથી લઈએ. વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી,...' સહેજે સહેજે જે ઉદાસ રહી શકતા હતા. તથાપિ કોઈ માયાના દુરંત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી...' એમ કોઈ એવા ઉદયના આકરા પ્રસંગ આવે અને પરિણામની અસ્થિરતા થોડી ઊભી થાય તો તેવા માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે.,,' એમના અષ્ટાવક્ર કરીને જ્ઞાની ગુરુ હતા એમની શરણતા સ્વીકારી હોવાથી...' જુઓ ! જ્ઞાની હતા છતાં એમ લીધું કે એમની શરણતા સ્વીકારી હોવાથી. મારા ગુરુ છે, તો ગુરુનો એ વખતે સંગ કામમાં આવ્યો છે. કોઈ કોઈ પ્રસંગે એમણે અષ્ટાવક્રનું શરણ લીધું