________________
પત્રાંક-૩૨૧
૧૫૫ અપેક્ષા નથી). મૂળ સ્વરૂપે તો એ સર્વથી નિર્લેપ છે. ઉદાસ છે કહો કે નિર્લેપ છે.
જ્ઞાની મોક્ષમાર્ગમાં ગૃહસ્થદશામાં હોય એવા જ્ઞાની ગૃહસ્થની પ્રવૃત્તિમાં હોય છે છતાં તે ચૈતન્યને તેવું જ રાખે છે. પોતાની શ્રદ્ધામાં, પોતાના જ્ઞાનમાં એને એવું જ રાખ્યું છે. નિર્લેપ સ્વભાવ લેપાયમાન થતો નથી એવા અનુભવમાં જ એ રહે છે. એટલે કે પોતે લેખાતા નથી. પોતાના સ્વરૂપને વળગીને જ રહે છે. પ્રવૃત્તિમાં હોવા છતાં પણ પોતાના નિર્લેપ સ્વરૂપને વળગીને રહે છે અને ઉદયમાં ઉદાસ પરિણામે _પ્રવૃત્તિ કરે છે.
તો પણ કહીએ છીએ;.' આવી જ્ઞાનીની દશા હોવા છતાં પણ એટલી જાગૃતિની વાત અહીંયાં રાખીએ છીએ કે “માયા દુસ્તર છે;” એટલે કે જગતની અનુકૂળતાપ્રતિકૂળતા, સુખ-દુઃખની કલ્પના એને તરવી મુશ્કેલ છે, એનાથી દૂર થવું મુશ્કેલ છે, એનો અંત લાવવો એ કઠણ છે. પૂરત છે... એટલે એનો અંત લાવવો, એનો સર્વનાશ કરવો એ કઠિન છે. “ક્ષણવાર પણ... એટલે કે થોડો કાળ પણ, સમય એક પણ...' ક્ષણવાર પણ અને એક સમય પણ “એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી. ક્યારે પણ એક સમય પણ કલ્પનામાં આવવા જેવું નથી કે પરપદાર્થ સુખરૂપ છે. પરપદાર્થ સુખરૂપ છે એ માન્યતા) માયા છે. કોઈપણ પરપદાર્થ સુખરૂપ છે એવું એક ક્ષણ પણ આત્માના વિશે સ્થાપન થવા દેવા યોગ્ય નથી.
મુમુક્ષુ :- ભાઈએ વાત સાચી કરી.
પૂજ્ય ભાઈશ્રી - એવી સ્થિતિ છે. એટલા જાગૃત છે. જ્ઞાની પ્રવૃત્તિમાં હોવા) છતાં પણ જેવું ચૈતન્ય નિર્લેપ છે એવા જ નિર્લેપ રહે છે એનું કારણ કે એ પોતાના નિર્લેપ ચૈતન્યને વિષે એટલા જ જાગૃત છે કે જેને લઈને એક સમય પણ એ પોતામાં માયાનું સ્થાપન એટલે કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી. એક ક્ષણ પણ કલ્પનાનું સ્થાપન કરવા દેતા નથી કે આ ઠીક છે અને આ અઠીક છે. એ વાત ખલાસ કરી છે. ઈષ્ટ-અનિષ્ટપણે જેણે નાશ કરી નાખ્યું છે.
એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના-ગૃહસ્થપણા સહિતની -' પ્રવૃત્તિ, સ્થિતિ તે અબંધપરિણામી કહેવા યોગ્ય છે' એવી તીવ્ર દશા આવ્યું અત્યંત ઉદાસ પરિણામ