________________
પત્રાંક-૩૨૦
૧૫૩
આધાર. તેમ પુગલનો આધાર નથી.’ હું શરીરને નભાવું, હું શરીરને ટકાવું, સંયોગનો. આધાર હું છું. દુકાનનો આધાર હું છે, ધંધો હું ચલાવું. નૈવ-પુદ્ગલનો આધાર નથી. તેમ તેના રંગવાળો નથી.' નહીં તાસ રંગી. તેના રંગવાળો નથી.” પુદ્ગલનો કોઈ વર્ણ એને લાગુ પડતો નથી.
પર તણો ઇશ નહીં પોતાની સ્વરૂપસત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી.” ધણી નથી. માલિક નથી, કોઈનો પણ માલિક નથી. કારણ કે પરની ઐશ્વર્યતા.
સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વ ધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.' વસ્તુધર્મ જોવામાં આવે, સ્વરૂપ જોવામાં આવે તો એ ક્યારે પણ કોઈનો સંગ એણે કર્યો જ નથી. ન તો એક રજકણનો સંગ કર્યો છે. ન તો કોઈ બીજા જીવનો એણે સંગ કર્યો છે. એવું જીવનું મૂળ વસ્તુ સ્વરૂપ છે. અસંગ, અસંગતત્ત્વ છે. એમ ભગવાનના સ્તવનમાં અધ્યાત્મ ઉતાર્યું છે અને દ્રવ્યાનુયોગની ભિન્નતાનો વિષય લીધો છે. છે ભગવાનનું સ્તવન, વાત લીધી છે અધ્યાત્મની અને દ્રવ્યાનુયોગની.
પ્રણામ પહોંચે. “સોભાગભાઈને પ્રણામ. પરથી ભિન્નતામાં શરૂઆત કરી બનારસીદાસજીના પદની, ત્યારપછી દેવચંદજીના પદની વાત પણ એ જ વિષય ઉપર એમણે લીધી છે. અહીંથી સ્વ-પરની ભિન્નતા શરૂ કરી છે. ત્યારપછીનો પત્ર છે “અંબાલાલભાઈ ઉપરનો.