________________
૧૫ર
ચય ભાગ-૫
પત્રક-૩૨૦
મુંબઈ, માહ સુદ ૧૩, બુધ, ૧૯૪૮
(રાગ-પ્રભાતને અનુસરતો) 3. જીવ નવિ પુષ્યલી નવ પૂગલ કદા, પુગ્ગલાધાર નહી તાસ રંગી; પર તણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે કદા ન પરસંગી.
(શ્રી સુમતિનાથનું સ્તવન-દેવચંદ્રજી)
પ્રણામ પહોંચે. તે
૩૨૦. એ પણ “સોભાગભાઈ ઉપરનો પત્ર છે. ફક્ત એમાં દેવચંદ્રજીનું સુમતિનાથ ભગવાનના સ્તવનનું એક પદ ગ્રંક્યું છે. કેમકે હવે છેલ્લા પત્રથી એમણે પેલી વેદાંતની ભાષા છોડી દીધી છે. ધ્યાન, લક્ષ્યમાં રાખવા જેવી વાત એ છે કે જે એમણે ૩૧૭ મો પત્ર લીધો, ૩૧૬થી દ્રવ્યાનુયોગ શરૂ કર્યો ત્યારથી એમણે વેદાંતની પરિભાષા છોડી દીધી છે. એમના પત્રમાં જે અવારનવાર જે વેદાંતની પરિભાષા લેતા હતા એના બદલે જૈનદર્શનની શાસ્ત્ર પરિભાષામાં પ્રવ્યાનુયોગમાં એ વિષય ઉપર આવી ગયા. અહીંયાં પણ થોડી એ વાત લીધી છે. દેવચંદજીના સ્તવનનો અધ્યાત્મનો વિષય છે.
જીવ નવિ પુગલી નૈવ પુષ્પલ કદા, પુગલાધાર નહીં તાસ રંગી; પર તણો ઇશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તધર્મે કદા ન પરસંગી.
જીવ પુદ્ગલ, પગલી થઈ ગયો નથી, પુદ્ગલરૂપ સ્વરૂપે થયો નથી અથવા પુદ્ગલ દ્રવ્યરૂપે થયો નથી. ૩૨૨ નંબરના પત્રમાં છેલ્લે એનો અર્થ કર્યો છે. પાનું ૩૧૫. જે “આનંદઘનજીનું પદ છે એના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં છે.
જીવ એ પુદ્ગલીપદાર્થ નથી. જીવ નવિ પુષ્યલી એટલે પુદ્ગલી પદાર્થ નથી. અને પોતે પુદ્ગલ પણ નથી. નૈવ પુગ્ગલ કદા.” ક્યારે પણ પુદ્ગલ નથી. પુદ્ગલ