________________
૧૫૧
પત્રાંક-૩૧૯
પૂજ્ય ભાઈશ્રી – એ તો દુખી થઈ થઈને થોથા નીકળી જાય. વાત મૂકી દ્યો. હેરાન-પરેશાન થઈ જાય.
મુમુક્ષુ - જિનવાણીના વિરોધમાં એના ફળ કહેવા મુશ્કેલ છે તો પુરુષના વિરોધમાં ...
પૂજ્ય ભાઈશ્રી :- બધું આવી ગયું. જિનવાણીમાં બધાનો વિરોધ થઈ ગયો. દેવગુરુ અને પુરુષનો. સત્યરુષમાં દેવ-ગુરુશાસ્ત્રનો વિરોધ થઈ ગયો. એ તો એકવાર બધાનો વિરોધ થઈ ગયો. કોઈ બાકી નથી રહેતા.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી – સાચી વાત છે. એમાં શું છે કે એ વાત એના અર્થ ગાંભીર્ય વિનાની, એની જે અર્થની ગંભીરતા છે એ વગરની થઈ ગઈ. એટલે જેમ માણસને કોઈક મરી જાય તો ન લખે કે ભાઈ ! ઈશ્વર ઈચ્છા બળવાન છે અને પંચમકાળ ઘણી કઠણ છે ને લાણું-ઢીંકણું એને કાંઈ અસર જ ન હોય. એના જેવું છે એ તો. સાધારણ થઈ જાય છે. એની ગંભીરતા શું છે એ પછી નથી રહેતી.
મુમુક્ષુ :- અંદર લખે કે ધર્મ કરશે તે સુખી થશે.
પૂજ્ય ભાઈશ્રી - ધર્મ કરશે તે સુખી થશે. પોતાને કાંઈ લેવાદેવા હોય નહિ. જે કરશે તે સુખી થશે. મારે ક્યાં કરવો છે? એવું જ છે.
વિચાર તો પોતાનો કરવા જેવો છે. જગત તો આમ જ ચાલવાનું છે. દુનિયા અનંત કાળથી આમ ચાલી રહી છે અને આમ જ ચાલતી રહેવાની છે. હવે આખી દુનિયા દુખે કરીને સળગે છે, કોઈ સુખી નથી. પૂછો કોઈને. જ્ઞતમાં કોઈ સુખી નથી. હવે બધા આકુળતાની હોળીમાં સળગે છે તો પોતે નીકળી જાય. ચારેકોર આગ લાગી છે. પોતે કેવી રીતે છલાંગ મારીને છટકી જાય. આટલું ડહાપણ પોતાને વાપરવાનું છે. બાકી આમ જ જગત ચાલવાનું છે. અનંત કાળથી આ ચાલે છે અને અનંત કાળ ચાલવાનું છે. ૩૧૯ (પત્ર પૂરો થયો.