________________
૧૫૦
રાજહૃદય ભાગ-૫
તૃષ્ણા નથી, કાંઈ જોઈતું જ નથી. એક આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એને તૃષ્ણા અલ્પ છે એમ કહી શકાય. ખરેખર તો એને તૃષ્ણા જ નથી. અને સર્વસિદ્ધિ છે અને સીધે રસ્તે બધી જ રીતે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું એ એક જ જેનું લક્ષ્યબિંદુ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે છે.
હવે પોતાને અમૂલ્ય એવું જ્ઞાનજીવન ઉદયની અંદર ખર્ચવું પડે છે એ પોતાને શોચ છે, એનો ખેદ છે. પોતાને આકુળતા થાય છે કે આ પ્રકારે તો જીવન ચાલતું ન જોઈએ અને ઉદયના બળવાનપણા પાસે અને પોતાની અશક્તિ પાસે પોતે ખેદખિન્ન થાય છે.
મુમુક્ષુ :- સત્સંગમાં ક્યાંય જિનવાણીજીનો વિરોધ થાય તો કેવો અપરાધ ? પૂજ્ય ભાઈશ્રી :– બહુ મોટો અપરાધ છે. એ વિભાવ તોડવો બહુ કઠણ પડશે. ત્યાંથી ખસતું, ત્યાંથી નિવૃત્ત થવું બહુ મુશ્કેલ પડે છે. અપરાધ એટલો બધો છે કે કેટલો કાળ પોતે જિનવાણીથી, કેટલા અનંત કાળ સુધી જિનવાણીથી દૂર થઈ જશે એનું કહેવું મુશ્કેલ પડે એવું છે, ગણતરી કાઢવી મુશ્કેલ પડે એવો વિષય છે. અને એ જિનવાણીથી ઘણા અનંત કાળ સુધી દૂર થઈ જશે ત્યારે કેવા કેવા પ્રકારના દુઃખની અંદર એ દુઃખી થશે એ કહેવું મુશ્કેલ છે. એનો હિસાબકિતાબ કાઢવો બહુ મુશ્કેલ છે. પણ એ ચિત્ર એટલું બધું ખરાબ છે કે વિચારી શકાય નહિ, જોઈ શકાય નહિ એની કલ્પના કરી શકાય નહિ, એટલું બધું ખરાબ ચિત્ર (એ) દુઃખનું છે. મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– એટલે મૂળ શું છે કે ઇચ્છાએ કરીને, ઇચ્છાએ કરીને અપરાધ કરે છે, ઇચ્છિતપણે અપરાધ કરે છે. ઇચ્છે છે કે આ તો મારે કરવું છે. એ બહુ ખરાબ છે. બાકી અજાણતા થાય છે એમાં એટલો રસ નથી પડતો જેટલો આમાં ઇચ્છાએ કરીને કરે છે એમાં રસ પડે છે. એનો અપરાધ એવો છે કે એ ટળવો મુશ્કેલ પડે છે. ટળવો મુશ્કેલ પડે છે એટલે એના જે કડવાં ફ્ળ છે એ ઘણા સહન કરવા પડે છે.
...
મુમુક્ષુ :- મહાવીરસ્વામી ભગવાનનો જીવ એક ક્રોડાક્રોડી સાગર સુધી ભમ્યો, એમાં હિસાબ કાઢ્યો કે પચાસલાખ વખત નરકમાં ગયો હશે, ૧૦,૦૦૦ વર્ષથી માંડીને ૩૩ સાગરનું આયુષ્ય હોય તો પચાસ લાખ તો કાંઈ નથી ક્રોડાકોડી સામે...