________________
૧૪૮
રાજહૃદય ભાગ-૫ શુદ્ધ થઈ જવું એવું જે પોતાનું માર્ગની અંદર પરિણમન છે એમાં થોડા પણ ઉદયઆશ્રિત પરિણામ થાય છે એ એને બાહ્ય કાર્યનો પ્રપંચ લાગે છે. અને એ પ્રપંચમાં આ જ્ઞાનજીવનને આવરણ આવે એ પોતે ઇચ્છતા નથી. કેમકે જેટલો વિભાવ થાય છે એટલું તો આવરણ આવે છે. નવું કર્મબંધન છે. પછી તો “અમૂલ્ય એવું જ્ઞાનજીવન ચાલતું જ્ઞાનજીવન, પ્રપંચે આવરેલું વહ્યું જાય છે.' એ એ રીતે પસાર થાય, આ એક બહુ ખેદની વાત છે. પોતાની ઇચ્છા નથી જરાપણ પોતાના માટે લખે છે. ઉદય બળવાન છે. એમ કરીને થોડી પોતાની વાત નાખી દીધી છે.
મુમુક્ષુ - ખેદ જાહેર કર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :- ખેદ જાહેર કર્યો છે. અંદરની દશા એવી હતી કે જો કોઈ ચતુર્થકાળમાં આવા જીવો હોય તો ચરમશરીરી હોય અને પંચમકાળમાં હોય તો એકભવતારી હોય, એવી અંદરની દશા હતી. તો એવું જે જ્ઞાનજીવન પ્રાપ્ત થયું છે એ આયુષ્ય ઉદયના પ્રપંચમાં વહ્યું જાય છે, એ રીતે એ ખર્ચાય જાય છે એ સમયે (તો) પોતાને એ વિષય ઉપર ખેદ થાય છે.
મુમુક્ષુ - આ જીંદગી અલા છે ત્યાંથી ફરીથી લેશો.
પૂજ્ય ભાઈશ્રી :- જિંદગી અલ્પ છે એટલે અલ્પ છે, કાળની અપેક્ષાએ પણ સો-પચાસ વર્ષ શું ગણવા ? અનાદિઅનંત જે કાળનો મહાસાગર છે એની પાસે સો-પચાસ વર્ષનું મનુષ્ય આયુષ્ય એ તો એક સમુદ્રના મોજામાંથી જણ ઊડે. મોજું ઊછળે ત્યારે એમાંથી નથી ફુવારા જેવી જણ ઊડતી ? એટલી બધી અલ્પતા છે. મનષ્ય આયની. એટલો બધો કાળ અનાદિઅનંત મોટો છે કે મુનુષ આયુ એક તદ્દન અલ્પ છે_
એક બીજી પણ એને ઉપમા આપે છે–વીજળીના ઝબકારાની. વિજળીના ઝબકારાનો અંધકાર, ઘેરો અંધકાર હોય એમાં એક લિસોટો પસાર થઈ જાય, એવું કાળની અનંતતામાં આ મનુષ્યજીવન બહુ ઘણું અલ્ય છે. એટલી એની અલ્પતા. સમજવી જોઈએ કે કોઈપણ કાળે પૂરું થઈ જાય છે. એવું નથી કે એને કોઈ કારણ મળવું જોઈએ એવું કાંઈ નથી. કોઈપણ કારણ મળે ન મળે આયુષ્ય પૂરું થતાં એક જ સમય લાગે છે.
મુમુક્ષુ - વિચાર કરે તો ઊંઘ ન આવે.