________________
પત્રાંક—૩૧૯
૧૪૭
તેમજ તૃષ્ણા અલ્પ છે.' એટલે કે જેને ઉદય પૂરતો નિકાલ કરવો છે. પોતાના પરિણામની સ્થિતિ બગડી ન જાય એટલા પૂરતી, એટલા પૂરતું જેને ક્ષણિક Adjustment કરી લેવું છે એને અલ્પ છે, તૃષ્ણા એને અલ્પ છે. એટલે કે એને એ લંબાવાનો પ્રશ્ન નથી. એટલા પૂરતું એને કામ રહે છે). એમ કહે છે ને કે સોગાનીજીમાં એક વિષય આવે છે કે, બાર વરસનો સંબંધ તમે કહો છો અમારે તો એવું કાંઈ નથી. જે ક્ષણે ઉપયોગ અને વિકલ્પ થયો એટલો ક્ષણિક સંબંધ (છે). આગળ પાછળ કાંઈ લેવા દેવા નથી. ભિન્ન ભિન્ન છે. એ વખતે પણ ભિન્નતા રાખી છે. છતાં અસ્થિરતાથી ઉપયોગ ગયો એટલી અલ્પતા છે.
એવી. જેને તૃષ્ણા અલ્પ છે અથવા નથી...' જે અલ્પ છે એ નહિવત્ છે એટલે નથી એમ કહે દીધું. અને સર્વ સિદ્ધિ છે.' અને પોતાને પુરુષાર્થની વિશેષે કરીને પ્રાપ્તિ છે. સિદ્ધિ એટલે પ્રાપ્તિ લેવી. જેટલો પોતાના વીર્યગુણનો ક્ષયોપશમ છે, સર્વ ઉદ્યમથી જે પોતાના સ્વકાર્યમાં લાગેલો છે ‘ત્યાં સ્વરૂપસ્મૃતિ’ એટલે સ્વરૂપની સંભાળ પૂર્ણ થતી સંભવે છે.' ત્યાં સારી રીતે, સરખી રીતે, પૂરેપૂરી રીતે પોતાના સ્વરૂપની સંભાળ થઈ શકે છે, થવી સંભવે છે.
આ એક બહુ પ્રચલિત એમના વચનો છે. જે જીવો સંસારમાં રચ્યાપચ્યા છે અથવા જેને સન્માર્ગ સૂઝતો નથી એને બહુ અસરકારક એવા આ વચનો છે કે ભાઈ ! તું ક્યાં પડ્યો છો ? તારું જીવન અલ્પ છે. જંજાળ અનંત લઈને કાં બેઠો છો ? તારી ઇચ્છાઓને મર્યાદિત કરી નાખ અને સ્વરૂપની સંભાળ કરવાનો પ્રયત્ન કર. મુમુક્ષુ :– મોક્ષમાર્ગનો રસ્તો ચીંધે છે.
પૂજ્ય ભાઈશ્રી :– હા. બહુ સરસ વાત લીધી છે. એને કેવી રીતે પાછા વળવું (એનું સુંદર માર્ગદર્શન આપ્યું છે).
અમૂલ્ય એવું જ્ઞાનજીવન...' આ મનુષ્યજીવન ન લીધું. જ્ઞાનજીવન છે, જ્ઞાનનું જીવન છે, શાનથી પોતે નિકુળ શાંતિમાં રહે એવું જે જ્ઞાનજીવન છે.
પ્રશ્ન :- આ ભવે જે ઉઘાડ વધ્યો છે એ જ્ઞાનજીવન ?
સમાધાન :- જ્ઞાનજીવનમાં એમ કહેવું છે, પોતે જો પોતા ઉપર ઉતારે છે તો. કેમકે ઉદયમાં પોતે ફસાયેલા છે અને ઉદય બળવાન છે એમ જ્યારે કહે છે ત્યારે જ્ઞાનદશાને તો પ્રાપ્ત થયા છે અને એ જ્ઞાનદશામાં જ જીવન જીવવું અને પરિપૂર્ણ