________________
પત્રાંક-૩૧૯
૧૪૫ પડતા નથી ? નીચે ઊંડાણ ઘણું છે (છતાં) કેમ અદ્ધર રહે છે ? એ પોતાના આધારે અદ્ધર જ રહે છે. એમ આ જગતનું દ્રવ્ય પોતાના અસ્તિત્વના આધારથી જ પોતે સદાય ટકેલું છે. કોઈ રોટલા-પાણીના હિસાબે નહીં, કોઈ સંયોગને હિસાબે નહીં કોઈ દેહને હિસાબે નહીં. કોઈને હિસાબે નહિ કોઈની આધારદ્ધિ જ છે, પરપદાર્થની આધારદ્ધિ છે એ આધારદ્ધિ ખલાસ થયા વિના, ખસ્યા વિના એને ઉપેક્ષા આવે નહિ, અપેક્ષા જાય નહિ અને ત્યાં સુધી પોતાનું સ્વતંત્ર નિરાલંબ નિરપેક્ષ તત્ત્વ છે એનો આધાર પોતે લઈને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે નહિ.
સમ્યગ્દર્શન એટલે સ્વસત્તાનો આધાર જે શ્રદ્ધાએ લીધો એનું નામ સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શનની આધાર-આધેય ભાવથી પરિભાષા છે કે જે શ્રદ્ધાએ પોતાના નિરાલંબ નિરપેક્ષ તત્ત્વનો સ્વરૂપનો આધાર લીધો એ શ્રદ્ધાને સમ્યકુશ્રદ્ધા કહીએ. એને સમ્યગ્દર્શન કહીએ. એ શ્રદ્ધા જ્યાં સુધી એક વિકલ્પનો કે એક વિકલ્પ આશ્રિત એક રજકણનો આધાર લે છે ત્યાં સુધી તે સમ્યફ નથી પણ પૂરેપૂરી મિથ્યા છે. થોડી મિથ્યા નથી પણ પૂરેપૂરી મિથ્યા છે.
એટલે એમ કહે છે કે જિંદગી અલ્યા છે અને જંજાળ અનંત છે? બધાને, તમામ મિથ્યાદૃષ્ટિને અનંત જંજાળ છે. પછી મોટો ધંધો વેપાર કરે છે એને ઘણી જંજાળ છે. અમે નિવૃત્તિ લીધી માટે ઓછી જંજાળ છે એવું નથી). (સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે.) એવી પરિસ્થિતિમાં “ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહિ.' ત્યાં સ્વરૂપની જાગૃતિ આવે નહિ, સ્વરૂપની સંભાળ થાય નહિ, સ્વરૂપનો આશ્રય થાય નહિ અને સ્વરૂપ એ પ્રકારે સાંભરતું પણ નથી એમ કહે છે. આ લોકો સ્મરણ કરે છે કે હું આત્મા જ્ઞાયક છું. એવી અહીંયાં વાત નથી. એને અહીંયાં સ્મરણ નથી કહ્યું. સ્વરૂપમૃતિ એટલે સ્વરૂપપણે પોતે સદાય છે એવું ભાન રહેવું અને એનું બેભાનપણું નહિ થવું એને અહીંયાં સ્મૃતિ કહી છે. સ્મૃતિ એટલે યાદદાસ્ત એમ નહિ. સ્મરણ કરવું એમ નહિ. આ ભાન રહેવું. પ્રતીતિ. પ્રતીતિમાં ભાન જ છે. પ્રતીતિમાં ભાન છે. ત્યાં સ્વરૂપમૃતિ સંભવે નહિ.'
જિંદગી અ૫ છે. જંજાળ અનંત છે એટલે એક તો જાણે તે સમયના ભરોસે રહીશ નહિ કે મારી પાસે હજી ઘણો સમય છે. હજી તો તંદુરસ્તી સારી દેખાય છે, હજી કાંઈ તંદુરસ્તી એટલી બધી બગડી નથી એટલે કે પરવશ થયા નથી. સાધારણ