________________
૧૫૬ ,
ચજહૃદય ભાગ-૫ ઉત્પન્ન થાય છે. જે ઉદય છે એ ઉદય તો કમસર ચાલ્યો આવે છે પણ પોતે એમાં હાની વૃદ્ધિ કરવા ઇચ્છતા નથી, ઇષ્ટ-અનિષ્ટપણે એમાં ઇચ્છતા નથી અને તેથી તેવા પરિણામને ત્યાં અટકતા નહિ હોવાથી, રોકાતા નહિ હોવાથી, પ્રતિબંધપણું પામતા નહિ હોવાથી એ અબંધપરિણામી કહેવા યોગ્ય છે. એવા જ્ઞાની છે તે અબંધપરિણામી છે અથવા સર્વ ઉદય એના નિર્જરા ખાતે જાય છે, એને નવો બંધ છે નહિ એમ ગણવામાં આવે છે.
જે બોધ સ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. વાત તો પોતાને અનુલક્ષીને લે છે કે પોતાને આત્મજ્ઞાન થયું છે, બોધસ્વરૂપે સ્થિર થયા છે, પ્રયત્નથી એ રીતે વર્તી શકે છે છતાં પણ એમ વર્તવામાં ઘણી વિકટતા છે. એમ વર્તવાની અંદર પણ ઘણા પ્રકાર અને ઘણા પ્રસંગ એવા ઉત્પન થાય છે કે બહુ સહેલાઈથી એમાં ચાલી શકાતું નથી. બહુ સાવધાની રાખીને પોતે ચાલે છે, ઘણી જાગૃતિમાં પોતે ઉદયમાંથી પસાર થાય છે.
જાગૃતિનો વિષય મુખ્યપણે લીધો છે. કેમકે “અંબાલાલભાઈનો છેલ્લા કેટલાક પત્રોથી જનક વિદેહીના વિષયમાં કાંઈક પ્રશ્ન ચાલ્યો આવ્યો છે. એટલે જનક વિદેહી હતા એ “સીતાજી' ના પિતાશ્રી થાય છે. જ્ઞાની હતા અને રાજપાટમાં રહેલા હતા. રાજ્યનો વહીવટ એટલી કુશળતાથી કરતા હતા છતાં પણ દેહથી ભિન્ન રહે, દેહાતીત દિશામાં રહેતા હતા. એટલે પોતાની જ્ઞાનદશાની તીવ્રતા ઘણી હતી. એવી તીવ્ર દશા આવે અત્યંત ઉદાસ પરિણામ (રહે છે. જેટલા કાર્યો રાજપાટના વહીવટના કરે એ પણ ઉદાસ પરિણામે કરતા હતા, લેપાતા નહોતા. એવી જ કોઈ એમની અંતરંગ દશા બળવાન હતી. તે દશાની પ્રસિદ્ધિથી એ વિદેહી કહેવાણા. દેહ હોવા છતાં જાણે એને દેહની પ્રવૃત્તિ નથી એમ ગણાતું.
વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી...?” વિદેહી- એવા જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે રહેતી. ઇતિહાસમાં તો ઘણા સાધકો એવા થયા છે, જેણે અત્યંત પ્રવૃત્તિ વચ્ચે પણ પોતાની નિર્લેપતા જાળવી રાખી હોય. “ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી.” આત્મપરિણામનો એટલો અભ્યાસ હતો કે સહજમાત્રમાં તે નિર્લેપ જ રહેતા. એના