________________
૧૪
ચજહૃદય ભાગ-૫ એ તો ભાવ છે કે નહિ ? કે ખોઈ બેસવાનો ભાવ છે ? જળવાઈ તો રહેવું જોઈએ. 'જેટલું છે એટલું તો બરાબર સચવાઈ તો રહેવું જોઈએ. કેટલો કાળ સચવાઈ રહેવું જોઈએ ?
મુમુક્ષુ - જીવીએ ત્યાં સુધી. પૂજ્ય ભાઈશ્રી :- પછી ? મુમુક્ષુ - પછી જે થાવું હોય તે થાય.
પૂજ્ય ભાઈશ્રી - અભિપ્રાયમાં તો જીવવું પણ અનંત કાળ છે અને સાચવવું પણ અનંત કાળ છે. એ તો એને ખબર છે કે આ હકીકત દુર્નિવાર છે કે આયુષ્ય પૂરું થવાનું જ છે. અત્યારે સો વર્ષનો Maximum વધુમાં વધુ આંક છે. બાકી તો ૮૦ ઉપર તો એક-બે ટકા હોય છે. ૯૦ ઉપર તો એક ટકો પણ નથી આવતો. જે લોકો વિદ્યમાન રહે છે એ. એટલું આયુષ્ય અલ્પ છે. ૬૦ પછી તો બધા જોખમ જ છે. ૭૦ પછી ૭૮૦માં તો ૯૯૮ ટકા લોકો મનુષ્યનું આયુષ્ય પૂરું કરે છે. તો એવું જે વધુમાં વધુ પ્રમાણ છે એ પ્રમાણની અંદર આ જીવને ખબર છે એટલે એમ કહે છે, જીવું ત્યાં સુધી મારું જળવાઈ રહે પણ એને જીવવું છે કેટલું) ? પર્યાય છોડવી નથી એને. જે પર્યાયને પ્રાપ્ત છે એ પર્યાય એને છોડવી નથી. અભિપ્રાયમાં અનંત કાળ રહેવું છે અને પ્રાપ્ત સંયોગો પણ અનંત કાળ રાખવા છે. અભિપ્રાયમાં એમ છે. એટલે અનંતાનુબંધી છે. સાચવવામાં પણ અનંતાનુબંધી છે. વૃદ્ધિ કરવામાં અનંતાનુબંધી તો છે જ. કેમકે એમાં તો કેટલી વૃદ્ધિ કરવી છે એનું માપ જ નથી જીવને. પણ સાચવવામાં પણ અનંતાનુબંધી છે એમ કહેવું છે.
જે જીવ સ્વરૂપની અપેક્ષાએ ઉદયથી ઉપેક્ષિત થાય, અહીંયાં ઉદાસીન શબ્દ વાપર્યો છે, એને જ અનંતાનુબંધી મટવાનો અવસર છે. કોઈપણ સંયોગોની અપેક્ષામાં અનંતાનુબંધી ખસે જ નહિ, માટે જ નહિ. એવી એક ચોક્કસ પરિસ્થિતિ છે. આ શરત એક બહુ આકરી છે, કઠણ શરત છે. કેમકે જીવ પોતે એટલો દીન અને લાચાર થઈને જીવે છે કે આજીવિકા આદિના, પેટ ભરવાના સંયોગો હોય તો હું નભી શકે, જીવી શકું, ટકી શકું, રહી શકે અને નહિતર હું નિરાધાર થઈ જાઉં.
ખરેખર જીવને ટકવા માટે એના અનંત અસ્તિત્વને કોઈના આધારની જરૂર નથી. સૂર્ય-ચંદ્ર આકાશમાં ફરે છે કોના આધારે કરે છે ? કોઈ નીચે ટેકો છે ? કેમ નીચે