________________
૧૪૨
ચહદય ભાગ-૫ કર્યો છે એનું ફળ ઘણું કઠણ છે એમ કરીને લખ્યું છે. એનું ફળ ઘણું કઠણ છે. એનું ફળ કઠણ છે એટલે ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે છે. રસ ઘણો લે છે ને !
અહીંયાં તો એમ કહેવું છે કે, અનંત કાળથી સ્વરૂપનું વિસ્મરણ હોવા છતાં પણ અશક્ય નથી. એ વિભાવનો નાશ કરવો, અભાવ કરવો એ કોઈ અશક્ય નથી. મુમુક્ષુ જીવ માટે એને શું કરવું યોગ્ય છે ? કે દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે, પણ મુમુક્ષુએ દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહીને બોધભૂમિકાનું સેવન કરવું જોઈએ.. આ અંગે સલાહ આપી છે, માર્ગદર્શન આપ્યું છે કે પોતાને પોતાના અનુભવથી એમ લાગે કે વિભાવ તો સહજ થઈ પડ્યો છે અને અવારનવાર તીવ્ર વિભાવ પણ થઈ આવે છે, સામાન્ય વિભાવ તો મટતો જ નથી, ચાલુ ને ચાલુ રહે છે, ઘણો. સાધારણ થઈ પડેલો આ વિભાવ છે, તો શું કરવું? કે એણે સુદીર્ઘકાળ સુધી સત્સંગમાં રહેવું. બોધ ભૂમિકાનું એટલે આત્માની શુદ્ધિ થાય એવી ભાવના સેવવી. સત્સંગમાં રહીને પોતાની શુદ્ધતાની ભાવનાનું સેવન કરવું. તો તેને સ્વરૂપનું વિસ્મરણ ટળે અને અન્ય ભાવની સાધારણતા પણ ટળે. આ એનો ઉપાય છે. સીધી વાત એ છે કે જીવને સત્સંગમાં બને તેટલું વધારે રહેવું.
, અથતુ એમ થવાથી) અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. જે અન્યભાવમાં રસ આવે છે એમાં નીરસપણે આવશે. સત્સંગના સેવનથી એને અન્યભાવની અંદર, ઉદયિકભાવોની અંદર નીરસપણે ઉત્પન્ન થઈ શકશે. નહિતર તીવ્ર રસ કરીને પણ ઘૂસી જાય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે...” સ્વરૂપ લીનતા થવી એ ઘણું દુર્ઘટ છે. આ કાળ એવો છે એટલે ઘણી વિચિત્રતા છે, ઘણી વિષમતા છે કે સ્વરૂપમાં લીન થવું એ દુર્ઘટ છે. અથવા ભાગ્યે જ કોઈ વિરલ જીવ એ દશાને પ્રાપ્ત કરે છે.
તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો જોયું ! છતાં અમે નિશંક છીએ, અમને શંકા પણ નથી કે જો જીવ દીર્ધકાળ સુધી સત્સંગનું સેવન કરે તો અવશ્ય તેને આત્મલીનતા સુધી પહોંચવાનો અવસર આવે. અમને એ વાતમાં શંકા પડતી નથી. નિઃશંક વાત છે કે સત્સંગથી, સત્સંગને આરાધ તો જરૂર એ સ્વરૂપ લીનતા સુધી પહોંચે. એટલે સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન,