________________
પત્રાંક-૩૧૯
૧૪૧ તો એને વિભાવ તો સહજ થઈ ગયો છે, સાધારણ થઈ ગયો છે એનું કારણ એ છે અનંત કાળ થયા એને સ્વરૂપનું વિસ્મરણ છે. નિગોદમાંથી આવીને પામી જાય છે એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ બહુ નથી. જાણી જોઈને જીવ અપરાધ કરે છે એ જરા કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને જે જીવ અપરાધ કરે છે ત્યારે તે અપરાધનું જે કલંક છે એ ભૂંસાડવું એ એને થોડું કઠણ પડે છે, એમાં સમય જાય છે, એમાં સમય જાય છે. -
ભગવાન મહાવીર સ્વામીનો ઇતિહાસ લઈએ તો અનંત કાળના એ આત્માનો ઇતિહાસ એક ક્રોડાક્રોડી સાગરનો મળે છે. “ઋષભદેવ ભગવાનના (સમયથી) મરિશીકુમાર' તરીકે જન્મ્યા. ત્યારથી ઇતિહાસ મળે છે એ પહેલાં એમનો ઇતિહાસ નથી મળતો. ત્યારપછી સિંહના ભવમાં એટલે નવ ભવ અગાઉ દસમા ભવે જે એમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું એ એક ક્રોડાકોડી સાગરનો ગાળો છે. આખો ચોથો આરો પસાર કર્યો. ચતુર્થ આરાના પ્રારંભમાં મરિચીકુમાર હતા. અહીંયાં દસમા ભવમાં લગભગ છેલ્લા થોડા ભવ રહ્યા એ ચતુર્થ આરાના થોડા કાળના રહ્યા. એમાં આ તો સાવ છેડે પોતે લગભગ બે મહિના અને ચાલીસ કે વીસ દિવસ જેવો સમય રહ્યો છે અને પોતે નિર્વાણ પામ્યા છે. ચતુર્થ આરાને બે મહિના એને વીસેક દિવસ બાકી છે, પછી પંચમઆરો બેસે છે.
હવે એટલા કાળમાં વચ્ચે એ બહુ મોટો ગાળો ગયો એમાં બુદ્ધિપૂર્વકનો અપરાધ ઘણો કર્યો છે અને વિશેષ કરીને સન્માર્ગનો વિરોધ કર્યો છે એ બહુ મોટો અપરાધ કર્યો છે. અને એ અપરાધના ફળમાં અનેક વાર નરક ગતિને પ્રાપ્ત થયા છે. નરક ગતિમાંથી નીકળે ત્યારે હિંસક પ્રાણી થાય. હિંસા કરીને વળી પાછા નરક ગતિમાં જાય. ક્યારેક મનુષ્ય થાય તો પાછો સન્માર્ગનો વિરોધ આદરે. આમ ને આમ એમણે બહુ મોટો કાળ પસાર કર્યો છે. છેલ્લે પણ સિંહના ભવમાં નારકીમાંથી આવ્યા છે. પછી સમ્યગ્દર્શન થયા પછી એમની બીજી કોઈ ગતિ નથી.
મુમુક્ષુ :- આ નિગોદવાળો કેમ પામી જાય છે એનો ન્યાય બહુ સરસ છે.
પૂજ્ય ભાઈશ્રી :- બુદ્ધિપૂર્વકનો જે અપરાધ છે એ કાઢવો મુશ્કેલ પડે છે. જાણી જોઈને કરેલો (અપરાધ કાઢવો મુશ્કેલ પડે છે). એ આગળ લખી ગયા એક જગ્યાએ. ડાબા હાથ બાજુ ઉપર છે. ૨૯૨ (પત્ર છે). ઇચ્છાએ કરીને જે દોષ જાણીબૂજીને