________________
પત્રાંક-૩૧૯
૧૩૯ પોતે કેવો છે એની એને ખબર જ નથી. ખબર જ નથી એને અહીંયાં વિસ્મરણ કહે છે. અનંત કાળથી પોતે પોતાના મૂળ સ્વરૂપે કેવો છે એની જીવને ખબર નથી અને અનેક પ્રકારના ઉદયિકભાવો એટલા સામાન્ય થઈ પડ્યા છે કે સહજપણે તે ભાવમાં જીવ પરિણમી જાય છે. અન્યભાવ એટલે સ્વરૂપ સિવાયનો (ભાવ). સ્વરૂપભૂત, સ્વરૂપાકાર ભાવ નહિ. સ્વરૂપથી વિરૂદ્ધ કોઈપણ કલ્પનાએ, કોઈપણ કલ્પનાએ એટલે ઉદય જનિત પર્યાય જે કાંઈ છે તેવો જ હું આખેઆખો એવો જ છું, સદાય એવો જ છું. એવો જે અન્યભાવ. અન્યભાવનો અર્થ એ લેવો. વિભાવભાવ. વિભાવભાવ છે તે અન્યભાવ છે સ્વભાવભાવ તે અનન્યભાવ છે, પોતાનો ભાવ છે.. - “સ્વરૂપનું વિમરણ હોવાથી.” સ્વરૂપની ખબર નહિ હોવાથી વિભાવભાવ જીવને સાધારણ થઈ ગયો છે. સહજમાત્રમાં જીવ વિભાવરૂપે પરિણમે છે. જો કે એનો ઊંધો પુરુષાર્થ એમાં છે. તોપણ પોતે ઊંધો પુરુષાર્થ સમયે સમયે કરી રહ્યો છે એની પણ એને ખબર નથી. વિભાવભાવ એટલો સહજ થઈ ગયો છે, સાધારણ થઈ ગયો છે એટલે સહજ થઈ ગયો છે. આપણે નથી કહેતા કે ભાઈ ! આ કામ કરવું એ તો અમારે સાધારણ વાત છે. ફ્લાણું કામ કરવું એ તો અમારા માટે બહુ સાધારણ વાત છે. માણસ એમ કહે ભાઈ ! અમારે પાંચ-પચીસ ડગલા ચાલવા એ તો સાધારણ વાત છે. પાંચ-પચીસ ડગલા તો ચાલીએ, એમાં શું ? એ તો સાધારણ વાત છે. એમ રાગાદિ વિભાવભાવે પરિણમવું એ તો બહુ સાધારણ થઈ પડ્યું છે. એનું કારણ શું ? કે અનંત કાળથી એ એનો અભ્યાસ છે.
મુમુક્ષુ - તોપણ એને કેટલો લાંબો કાળ લાગે છે.
પૂજ્ય ભાઈશ્રી - તોપણ ક્રમે જાય છે. તોપણ વિભાવ ટળે છે એ ક્રમે ક્રમે ટળે છે.
મુમુક્ષુ - કેટલો લાંબો કાળ ! ત્રણ-ત્રણ-ચાર-ચાર ભવ નીકળી જાય.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એથી પણ કોઈને જાજા (વધુ) નીકળે છે. પણ એ તો શું છે કે જીવની શક્તિ ઘણી છે છતાં પણ જેટલો પુરુષાર્થ હોય તેટલું કામ થાય છે. નિયમથી ક્રમ તો પડે જ છે. અક્રમે કોઈ સીધો સમ્યગ્દર્શનના કાળે જ સિદ્ધપદને પામે એવું કદી કોઈના માટે બનતું નથી અને એના માટે એમણે ઘણી વાતો લખી છે.
જેમ એક પત્થર છે. આખો દિવસ તપેલો રહે. સાંજ પડી જાય ત્યારે એના