________________
પત્રાંક-૩૧૯
મુંબઈ, માહ સુદ ૫, બુધ, ૧૯૪૮
અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. દીર્ઘકાળ સુધી સત્સંગમાં રહી બોધભૂમિકાનું સેવન થવાથી તે વિસ્મરણ અને અન્યભાવની સાધારણતા ટળે છે; અર્થાત્ અન્યભાવથી ઉદાસીનપણું પ્રાપ્ત હોય છે. આ કાળ વિષમ હોવાથી સ્વરૂપમાં તન્મયતા રહેવાની દુર્ઘટતા છે; તથાપિ સત્સંગનું દીર્ઘકાળ સુધી સેવન તે તન્મયતા આપે એમાં સંદેહ નથી થતો.
જિંદગી અલ્પ છે, અને જંજાળ અનંત છે; સંખ્યાત ધન છે, અને તૃષ્ણા અનંત છે; ત્યાં સ્વરૂપસ્મૃતિ સંભવે નહીં; પણ જ્યાં જંજાળ અલ્પ છે, અને જિંદગી અપ્રમત્ત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે, અથવા નથી, અને સર્વ સિદ્ધિ છે ત્યાં સ્વરૂપસ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે. અમૂલ્ય એવું જ્ઞાનજીવન પ્રપંચે આવરેલું વહ્યું જાય છે. ઉદય બળવાન છે !
તા. ૨૪-૧૧-૧૯૮૯, પ્રવચન નં. ૮૯ પત્રાંક ૩૧૯ થી ૩૨૧
પાનું ૩૧૩. શ્રી સોભાગ્યભાઈ' ઉ૫૨નો પત્ર છે. અનંતકાળ થયાં સ્વરૂપનું વિસ્મરણ હોવાથી અન્યભાવ જીવને સાધારણ થઈ ગયો છે. વર્તમાનમાં સંસારી જીવની શું સ્થિતિ છે એનું વર્ણન કર્યું છે. આ જીવની હયાતી અનંત ભૂતકાળથી છે. કોઈપણ કાળે પોતાના મૂળ સ્વરૂપની સંભાળ જીવે લીધી નથી અથવા મૂળ સ્વરૂપે